(રચના : જૈનમ સંઘવી)
સુંદર આ દેહરામાં સોહી રહ્યા છો,
ભવિજન ના મન મોહી રહ્યા છો…
(૨ વાર)
અરજી હવે છે સાજના,
કરવી હવે છે પ્રાર્થના…
“આવજો મન મંદિરિયે“
(૪ વાર)
રુદિયા ના આંગણે આપ પધારો,
પાપ ખપાવી મન ની શોભા વધારો
રુદિયા ના આંગણે આપ પધારો
દુ:ખીયા ના બેલી-પ્રભુવર આપ સહારો
ટાળવાને આવો યાતના,
આજ હવે છે યાચના…
“આવજો મન મંદિરિયે“
(૪ વાર)
તારી પ્રતિષ્ઠા મારા મન માં છે કરવી,
કાયા ની માયા તારા ચરણો માં ધરવી
તારી પ્રતિષ્ઠા મારા મન માં છે કરવી,
કાયા ની માયા તારા ચરણો માં ધરવી
પાળવી હવે છે આજ્ઞા,
સાધવી હવે છે સાધના….
“આવજો મન મંદિરિયે“
(૪ વાર)
(रचना : जैनम संघवी)
सुंदर आ देहरामां सोही रह्या छो,
भविजन ना मन मोही रह्या छो…
(२ वार)
अरजी हवे छे साजना,
करवी हवे छे प्रार्थना…
“आवजो मन मंदिरिये"
(४ वार)
रुदिया ना आंगणे आप पधारो,
पाप खपावी मन नी शोभा वधारो
रुदिया ना आंगणे आप पधारो
दु:खीया ना बेली-प्रभुवर आप सहारो
टाळवाने आवो यातना,
आज हवे छे याचना…
“आवजो मन मंदिरिये"
(४ वार)
तारी प्रतिष्ठा मारा मन मां छे करवी,
काया नी माया तारा चरणो मां धरवी
तारी प्रतिष्ठा मारा मन मां छे करवी,
काया नी माया तारा चरणो मां धरवी
पाळवी हवे छे आज्ञा,
साधवी हवे छे साधना….
“आवजो मन मंदिरिये"
(४ वार)