(રચના : દીપેશ કામદાર)
(રાગ : પરમાત્માથી રંગાશે મારો)
તન મન થી કરીએ, આજે હર્ષ વધામણાં,
આવ્યા આવ્યા વર્ષીતપના પારણાં…
ઋષભજી ના સંગે લઈએ ઓવારણાં,
આવ્યા આવ્યા વર્ષીતપ ના પારણાં…
કોમળ હૈયે બનશું અમે સૌ શાસનના વ્રતધારી,
આદિજિન ના પગલે તપથી કાયા આ શણગારી…
ગુરુજનો ને સ્નેહીજનોના રહેશું સદા ઉપકારી,
નિતનિત કરશું ઉરના ઉમંગે ભક્તિ આજ તમારી…
ઘટઘટ માં વહેશે, પ્રભુતા શમણાં,
આનંદે રચાશે, સમતાના ઝરણાં…
તપથી ખુલશે અણહારી પદ બારણાં…(2)
આવ્યા આવ્યા વર્ષીતપ ના પારણાં…
શ્રેયાંશજી ના દ્વારે ઉભા રાજ રાજેશ્વર રાયા,
હસ્તિનાપુર નગરે લીધા, આજે શ્વાસ સવાયા…
ઈક્ષુરસ ના પાન કરાવી, હળવી થઈ ગઈ કાયા,
દેવેન્દ્રો ના વાંજીત્રો એ ગગને સુર રેલાયા…
અવસરિયો આવ્યો, બનો ભાવસભર,
ચોક પુરાશે, ડગર ડગર
સાધનાથી થાશે પાપ વળામણાં… (2)
આવ્યા આવ્યા વર્ષીતપ ના પારણાં…
(रचना : दीपेश कामदार)
(राग : परमात्माथी रंगाशे मारो)
तन मन थी करीए, आजे हर्ष वधामणां,
आव्या आव्या वर्षीतपना पारणां…
ऋषभजी ना संगे लईए ओवारणां,
आव्या आव्या वर्षीतप ना पारणां…
कोमळ हैये बनशुं अमे सौ शासनना व्रतधारी,
आदिजिन ना पगले तपथी काया आ शणगारी…
गुरुजनो ने स्नेहीजनोना रहेशुं सदा उपकारी,
नितनित करशुं उरना उमंगे भक्ति आज तमारी…
घटघट मां वहेशे, प्रभुता शमणां,
आनंदे रचाशे, समताना झरणां…
तपथी खुलशे अणहारी पद बारणां…(2)
आव्या आव्या वर्षीतप ना पारणां…
श्रेयांशजी ना द्वारे उभा राज राजेश्वर राया,
हस्तिनापुर नगरे लीधा, आजे श्वास सवाया…
ईक्षुरस ना पान करावी, हळवी थई गई काया,
देवेन्द्रो ना वांजीत्रो ए गगने सुर रेलाया…
अवसरियो आव्यो, बनो भावसभर,
चोक पुराशे, डगर डगर
साधनाथी थाशे पाप वळामणां… (2)
आव्या आव्या वर्षीतप ना पारणां…