(રચના : પૂ. મુનિ શ્રી રાજસુંદર વિજયજી મ.સા.)
આવ્યું આવ્યું છે તપસ્વીનું પારણું,
આજ તપસ્વીનું લઈએ ઓવારણું…
ઇક્ષુરસ જેવા તપસ્વી છે મીઠા,
એવા મહાત્યાગી તપસ્વી મેં દીઠા,
તપથી કર્મ – રજ હરનારા,
પૃથ્વી પરથી સૂરજ સ્પર્શનારા,
તપસ્વીને મળશે મોક્ષનું બારણું…
આજ તપસ્વીનું લઈએ ઓવારણું…
આજ તપસ્વીનું લઈએ ઓવારણું…
દૂર થશે રાગ અને દ્વેષની સમસ્યા,
તપસ્વીએ કરી છે એવી તપસ્યા,
શીલ-સંયમને પાળે તપસ્વી,
તપથી થયા આજ તપસ્વી યશસ્વી,
થયું પ્યારા પ્રભુનું સંભારણું…
આજ તપસ્વીનું લઈએ ઓવારણું…
આજ તપસ્વીનું લઈએ ઓવારણું…
(रचना : पू. मुनि श्री राजसुंदर विजयजी म.सा.)
आव्युं आव्युं छे तपस्वीनुं पारणुं,
आज तपस्वीनुं लईए ओवारणुं…
इक्षुरस जेवा तपस्वी छे मीठा,
एवा महात्यागी तपस्वी में दीठा,
तपथी कर्म – रज हरनारा,
पृथ्वी परथी सूरज स्पर्शनारा,
तपस्वीने मळशे मोक्षनुं बारणुं…
आज तपस्वीनुं लईए ओवारणुं…
आज तपस्वीनुं लईए ओवारणुं…
दूर थशे राग अने द्वेषनी समस्या,
तपस्वीए करी छे एवी तपस्या,
शील-संयमने पाळे तपस्वी,
तपथी थया आज तपस्वी यशस्वी,
थयुं प्यारा प्रभुनुं संभारणुं…
आज तपस्वीनुं लईए ओवारणुं…
आज तपस्वीनुं लईए ओवारणुं…