(રાગ : યે તો સચ હૈ કી)
(રચના : પ. પૂ. શ્રી ઉદયરત્ન વિ. મ.સા.)
જે શાસનની સોગાત છે,
એ શ્રમણી તણી વાત છે…
એનાં પાવન જીવનની ક્ષણો,
હજુ ઈતિહાસને યાદ છે…
જે શાસનની સોગાત છે…
જુઓ એકલખૂણે એ હંમેશાં રહે,
રૂડી આરાધના રોમે રોમે વહે…
એ મીઠેરું હશે ભલે કષ્ટો સહે,
એના ઉજળા જીવનની કથા સૌ કહે…
ધર્મની ઉન્નતીમાં સદા,
એવા શ્રમણીનો સંગાથ છે…
એના પાવન…
કોઈ આશા નહીં ને નિરાશા નહીં,
એના હોઠો પર સ્વારથની ભાષા નહીં…
એ ભણાવે બધુ અને ભણતા રહે,
કોઈ સન્માનની અભિલાષા નહીં…
છે કરુણામય માવડી,
એ વહાલપ નો વરસાદ છે…
એના પાવન…
મળે ગમતું ભલે મોહ મમતા તજે,
ના કષાયો કરે જેહ સમતા ભજે…
જેનો પર્યાય હો ઘણો જાજો છતાં,
એક દિવસનાં દીક્ષિત મુનિને પૂજે…
'ઉદય' શાસનનો ક્ષમણી થકી,
જેના મહાવીર પ્રભુ તાત છે…
એના પાવન…
(राग : ये तो सच है की)
(रचना : प. पू. श्री उदयरत्न वि. म.सा.)
जे शासननी सोगात छे,
ए श्रमणी तणी वात छे…
एनां पावन जीवननी क्षणो,
हजु ईतिहासने याद छे…
जे शासननी सोगात छे…
जुओ एकलखूणे ए हंमेशां रहे,
रूडी आराधना रोमे रोमे वहे…
ए मीठेरुं हशे भले कष्टो सहे,
एना उजळा जीवननी कथा सौ कहे…
धर्मनी उन्नतीमां सदा,
एवा श्रमणीनो संगाथ छे…
एना पावन…
कोई आशा नहीं ने निराशा नहीं,
एना होठो पर स्वारथनी भाषा नहीं…
ए भणावे बधु अने भणता रहे,
कोई सन्माननी अभिलाषा नहीं…
छे करुणामय मावडी,
ए वहालप नो वरसाद छे…
एना पावन…
मळे गमतुं भले मोह ममता तजे,
ना कषायो करे जेह समता भजे…
जेनो पर्याय हो घणो जाजो छतां,
एक दिवसनां दीक्षित मुनिने पूजे…
'उदय' शासननो क्षमणी थकी,
जेना महावीर प्रभु तात छे…
एना पावन…