(રચના : પ. પૂ. આ. ઉદયરત્ન સુરીશ્વરજી મ. સા.)
વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ,
ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ…
ઇંટ ચૂનાનું મંદિર બાંધ્યું, એવું ભલેને માનો,
તમને વ્હાલા ના પધરાવું, તો હુ સેવક શાનો?
લાગણીઓના દ્વાર ખૂલ્યા છે લંબાવ્યા મેં હાથ,
ઉજળા ઉજળા…
તું ના આવે તો મનમંદિર, સૂનું સૂનું ભાસે,
તું જો આવે તો મંદિરમાં, રોજ દિવાળી થાશે,
હૈયું મારું વાટ જુએ છે સાંભળજો ને સાદ,
ઉજળા ઉજળા…
આંખ મીચું કે ઉઘાડી રાખું, તમારું દર્શન થાતું,
છો ને આવે દુઃખ હજારો, તમને રાજી રાખું,
પ્રભુ તમારી નેહ નજરથી, ‘ઉદય’ થશે રળિયાત,
ઉજળા ઉજળા…
(रचना : प. पू. आ. उदयरत्न सुरीश्वरजी म. सा.)
वादळ झाकळ वृक्ष अने जळ फूल रमे छे रास,
उजळा उजळा मंदिरियामां हवे पधारो नाथ…
इंट चूनानुं मंदिर बांध्युं, एवुं भलेने मानो,
तमने व्हाला ना पधरावुं, तो हु सेवक शानो?
लागणीओना द्वार खूल्या छे लंबाव्या में हाथ,
उजळा उजळा…
तुं ना आवे तो मनमंदिर, सूनुं सूनुं भासे,
तुं जो आवे तो मंदिरमां, रोज दिवाळी थाशे,
हैयुं मारुं वाट जुए छे सांभळजो ने साद,
उजळा उजळा…
आंख मीचुं के उघाडी राखुं, तमारुं दर्शन थातुं,
छो ने आवे दुःख हजारो, तमने राजी राखुं,
प्रभु तमारी नेह नजरथी, ‘उदय’ थशे रळियात,
उजळा उजळा…