હે નાથ ! જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ
શરણું મળે સાચું તમારું … એ હૃદય થી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે… ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને … શાંતિ સાચી આપજો.
વળી કર્મના યોગે કરી … જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી ! આપની ભક્તિ કરે,
લક્ષ ચોર્યાશી બંધનોને … લક્ષમાં લઇ ને કાપજો
પરમાત્મા…
સુખ સંપત્તિ સુવિચારો ને સત્કર્મનો દઈ વરસો
જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો.
આ લોકને પરલોકમાં તુજ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
મળ્યો દેહ દુર્લભ માનવીનો સેવા કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી અરિહંત હૃદયે સ્થાપજો
પરમાત્મા…
हे नाथ ! जोडी हाथ पाये प्रेमथी सौ लागीए
शरणुं मळे साचुं तमारुं … ए हृदय थी मांगीए;
जे जीव आव्यो आप पासे… चरणमां अपनावजो,
परमात्मा ए आत्माने … शांति साची आपजो.
वळी कर्मना योगे करी … जे कुळमां ए अवतरे
त्यां पूर्ण प्रेमे ओ प्रभुजी ! आपनी भक्ति करे,
लक्ष चोर्याशी बंधनोने … लक्षमां लइ ने कापजो
परमात्मा…
सुख संपत्ति सुविचारो ने सत्कर्मनो दई वरसो
जन्मो जन्म सत्संगथी किरतार पार उतारजो.
आ लोकने परलोकमां तुज प्रेम रग रग व्यापजो,
परमात्मा…
मळे मोक्ष के सुख स्वर्गना आशा उरे एवी नथी
मळ्यो देह दुर्लभ मानवीनो सेवा करवा भावथी,
साचुं बतावी रूप श्री अरिहंत हृदये स्थापजो
परमात्मा…