(રચના : પૂ. સાધ્વી શ્રી અરહમવર્ષા શ્રીજી)
જેની મૂર્તિ નાની છે પણ મંગલકારી છે…
(૨ વાર)
કાળી કામણગારી જગ માં જયજયકારી છે,
પળભર માં સૌ ભક્તોના મનડાં હરનારી છે..
જેની મૂર્તિ…
જેની આંખો નાની નાની, હા નાની..
પલકારો લેતી જાણે જીવતંશાની,
જેના હોઠ ગુલાબી નાના, હા નાના..
ભક્તો સાથે-જાણે વાતો કરનારા,
હૈયું જાણે કરુણાની વહેતી સરવાણી છે
પળભર માં સૌ ભક્તોના મનડાં હરનારી છે..
જેની મૂર્તિ…
શ્રી જગ વલ્લભ જિનરાયા, જિનરાયા..
શ્રી સંઘતણા નાયક છો મહારાયા,
સમક્તિ દ્રષ્ટિ મન ભાયા, મન ભાયા..
અંતર સાથે ની જોડ મોહમાયા,
જેની છાયા સુખશિશુ ને મુક્તિ વાળી છે
પળભર માં સૌ ભક્તોના મનડાં હરનારી છે..
જેની મૂર્તિ…
(रचना : पू. साध्वी श्री अरहमवर्षा श्रीजी)
जेनी मूर्ति नानी छे पण मंगलकारी छे…
(२ वार)
काळी कामणगारी जग मां जयजयकारी छे,
पळभर मां सौ भक्तोना मनडां हरनारी छे..
जेनी मूर्ति…
जेनी आंखो नानी नानी, हा नानी..
पलकारो लेती जाणे जीवतंशानी,
जेना होठ गुलाबी नाना, हा नाना..
भक्तो साथे-जाणे वातो करनारा,
हैयुं जाणे करुणानी वहेती सरवाणी छे
पळभर मां सौ भक्तोना मनडां हरनारी छे..
जेनी मूर्ति…
श्री जग वल्लभ जिनराया, जिनराया..
श्री संघतणा नायक छो महाराया,
समक्ति द्रष्टि मन भाया, मन भाया..
अंतर साथे नी जोड मोहमाया,
जेनी छाया सुखशिशु ने मुक्ति वाळी छे
पळभर मां सौ भक्तोना मनडां हरनारी छे..
जेनी मूर्ति…