(રચના : પૂજ્ય શ્રી માણેકવિજયજી મ. સા.)
શ્રી કલ્પસૂત્રનું પ્રાચીન સ્તવન
પહેલે દિન આદર બહુ આણી,
કલ્પસૂત્ર ઘર આણો…
કુસુમ વસ્ત્ર કેસરશું પૂજી,
રાતિ જગે લિયે લાહો રે..
પ્રાણી કલ્પસૂત્ર આરાધો,
આરાધી શિવ સુખ સાધો રે ભવિજન
કલ્પસૂત્ર આરાધો…
પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી,
પૂજી ગુરૂવર અંગે;
વાજિંત્ર વાજતાં મંગલ ગાવતાં,
ગહુલી દીયે મન રંગે રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
મન વચ કાયા એ ત્રિકરણ શુદ્ધે,
શ્રીજિનશાસન માંહે;
સુવિહિત સાધુ મુખ સુણિયે,
ઉત્તમ સૂત્ર ઉમાહી રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
ગિરિમાહે જિમ મેરૂ-વડો ગિરિ,
મંત્રમાંહે નવકાર;
વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ;
શાસ્ત્રમાંહે કલ્પ સાર પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
નવમાં પૂર્વનું દશા શ્રુત,
અધ્યયન-આઠમું જેહ;
ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહૂ,
ઉદ્ધર્યું શ્રીકલ્પ એહ રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
પેહલા મુનિ દશ કલ્પ વખાણું,
ક્ષેત્રગુણ કહ્યા-તેર;
તૃતીય રસાયન સરિખું એ-સૂત્ર,
પૂર્વમાં નહિ ફેર રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
નવશે ત્રાણું વરસે વીરથી,
સદા કલ્પ વખાણુ;
ધ્રુવસેન-રાજા પુત્રની આરતી,
આનંદ પૂર મંડાણ રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
અઠ્ઠમ તપ મહિમા ઉપર,
નાગકેતુ દૃષ્ટાંત;
એ તે પીઠિકા હવે સૂત્ર વાંચના,
વીરચરિત્ર સુણો સંત રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
જંબુદ્વીપમાં દક્ષિણ ભરતે,
માહણ કુંડ સુઠામ;
અષાઢ સુદિ છઠે ચવિયા,
સુરલેાકથી અભિરામ પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
રૂષભદત્ત ઘરે દેવાનંદા,
કુખે અવતરિયા સ્વામી;
ચૌદ સુપન દેખી મન હરખી,
પિયુ આગળ કહી તામ રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
સુપન અર્થ કહ્યો સુત હોશે,
એહવે ઇંદ્ર આલેાચે;
બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી,
બેઠા સુર લોક સોચે રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
ઇંદ્રે સ્તવિ ઉલટ આણી,
પૂરણ પ્રથમ વખાણ;
મેઘકુમાર કથાથી સાંજે,
કહે બુધ માણેક જાણ રે પ્રાણી
કલ્પસૂત્ર આરાધો…
(रचना : पूज्य श्री माणेकविजयजी म. सा.)
श्री कल्पसूत्रनुं प्राचीन स्तवन
पहेले दिन आदर बहु आणी,
कल्पसूत्र घर आणो…
कुसुम वस्त्र केसरशुं पूजी,
राति जगे लिये लाहो रे..
प्राणी कल्पसूत्र आराधो,
आराधी शिव सुख साधो रे भविजन
कल्पसूत्र आराधो…
प्रह उठीने उपाश्रये आवी,
पूजी गुरूवर अंगे;
वाजिंत्र वाजतां मंगल गावतां,
गहुली दीये मन रंगे रे प्राणी
कल्पसूत्र आराधो…
मन वच काया ए त्रिकरण शुद्धे,
श्रीजिनशासन मांहे;
सुविहित साधु मुख सुणिये,
उत्तम सूत्र उमाही रे प्राणी
कल्पसूत्र आराधो…
गिरिमाहे जिम मेरू-वडो गिरि,
मंत्रमांहे नवकार;
वृक्षमांहे कल्पवृक्ष अनुपम;
शास्त्रमांहे कल्प सार प्राणी
कल्पसूत्र आराधो…
नवमां पूर्वनुं दशा श्रुत,
अध्ययन-आठमुं जेह;
चौद पूर्वधर श्रीभद्रबाहू,
उद्धर्युं श्रीकल्प एह रे प्राणी
कल्पसूत्र आराधो…
पेहला मुनि दश कल्प वखाणुं,
क्षेत्रगुण कह्या-तेर;
तृतीय रसायन सरिखुं ए-सूत्र,
पूर्वमां नहि फेर रे प्राणी
कल्पसूत्र आराधो…
नवशे त्राणुं वरसे वीरथी,
सदा कल्प वखाणु;
ध्रुवसेन-राजा पुत्रनी आरती,
आनंद पूर मंडाण रे प्राणी
कल्पसूत्र आराधो…
अठ्ठम तप महिमा उपर,
नागकेतु दृष्टांत;
ए ते पीठिका हवे सूत्र वांचना,
वीरचरित्र सुणो संत रे प्राणी
कल्पसूत्र आराधो…
जंबुद्वीपमां दक्षिण भरते,
माहण कुंड सुठाम;
अषाढ सुदि छठे चविया,
सुरलेाकथी अभिराम प्राणी
कल्पसूत्र आराधो…
रूषभदत्त घरे देवानंदा,
कुखे अवतरिया स्वामी;
चौद सुपन देखी मन हरखी,
पियु आगळ कही ताम रे प्राणी
कल्पसूत्र आराधो…
सुपन अर्थ कह्यो सुत होशे,
एहवे इंद्र आलेाचे;
ब्राह्मण घर अवतरिया देखी,
बेठा सुर लोक सोचे रे प्राणी
कल्पसूत्र आराधो…
इंद्रे स्तवि उलट आणी,
पूरण प्रथम वखाण;
मेघकुमार कथाथी सांजे,
कहे बुध माणेक जाण रे प्राणी
कल्पसूत्र आराधो…