મહાવીર જેની સમતા
તોલે કોઈ ન આવે
ઉપસર્ગોં માં રાખે સમતા,
પરિષહો માં રાખે સમતા
અનુકૂલતા માં પ્રતિકુલતા માં,
સમભાવે જે રહેતા, મહાવીર જેની…
ગોવાલ કાનમાં ખીલા નાખે,
ખરક જ્યાં આવી ખીલા કાઢે
બન્ને પ્રસંગો અવિચલ રહીને,
સાક્ષી ભાવે નિરખતાં
મહાવીર જેની…
પરભાવો થી જે વિરમતા,
શુદ્ધ સ્વભાવે પ્રતિપલ રમતા
સંકલ્પો ને વિકલ્પોના,
જાલા જે પરિહરતા
મહાવીર જેની…
ઇચ્છાઓને જીતે મહાવીર,
સમતા રસમાં ઝીલે મહાવીર
એના પગલે ચાલી અમે પણ,
વરીયે સાચી સમતા
મહાવીર જેની…
महावीर जेनी समता
तोले कोई न आवे
उपसर्गों मां राखे समता,
परिषहो मां राखे समता
अनुकूलता मां प्रतिकुलता मां,
समभावे जे रहेता, महावीर जेनी…
गोवाल कानमां खीला नाखे,
खरक ज्यां आवी खीला काढे
बन्ने प्रसंगो अविचल रहीने,
साक्षी भावे निरखतां
महावीर जेनी…
परभावो थी जे विरमता,
शुद्ध स्वभावे प्रतिपल रमता
संकल्पो ने विकल्पोना,
जाला जे परिहरता
महावीर जेनी…
इच्छाओने जीते महावीर,
समता रसमां झीले महावीर
एना पगले चाली अमे पण,
वरीये साची समता
महावीर जेनी…