(રચના : ડૉ. વિરાજ શાહ – અમદાવાદ)
દુહો
મન ચંચળ અને વાંકડું, એની ચાદર મેલી થાય..
પણ જો ને…
મન પ્રભુના પગલા ઠવે, તો મન મંદિર બની જાય..
ગીત
(રાગ: અમારા રુપાળા ભગવાન)
આ મરકટ જેવું મન, કે મન મારૂં માનતું નથી.
મનને સમજાવો કોઈ, કે મન મારુ સાંભળતુ નથી..
મન મગદાણાથી ય નાનુ, કરે રોજ નવા ફરમાન;
મારુ ક્યાંય કશુ ના ચાલે, હું મારા મનનો ગુલામ,
મારા દુઃખના મૂળ સમાન, આ મન મારુ માનતુ નથી.. (૧)
પૈસો પરિવાર પ્રતિષ્ઠા પાછળ, પાગલ થઇને નાચૂ;
સ્વારથના રંગે રંગાયેલા લોકો વચ્ચે હું રાચૂ,
ઠોકર ખાધી ઘણી વાર, આ મન મારુ માનતુ નથી.. (૨)
ગુરુ તપ કરવામા શૂરા, સહુમાં જગાવે જોશ;
સહુ બાળ કરે આયંબિલ, મને ય તપ કરવાની હોંશ,
પણ પચ્ચક્ખાણ લેવા માટે, આ મન મારું માનતું નથી.. (૩)
ગુરુના ઉપકારી વચનો, મારો ટાળી દે સંસાર;
મારો ટાળી દે સંસાર, લાવે મારા ભવનો પાર,
પણ ઊંઘ છોડી પ્રવચનમાં જવા મન માનતુ નથી.. (૪)
ગુરુજી
મન માંગણ છે, એ તો માંગે, એની શું સેવા કરવાની;
કોઇ ક્રોધ કરે નિષ્કારણ, તારે મન સમતા ધરવાની,
મન કાબૂમાં કરી રાખ, આ મન શેનું માનતું નથી?.. (૫)
સંકલ્પ
આ મનના પાપે ભવસાગરમાં, ભટક્યો કાળ અનંત;
હવે મનને નાથી, સદ્ ગતી સાધી, લાવીશ ભવનો અંત,
પછી નહીં રહે આ ફરિયાદ, કે મન મારુ માનતુ નથી.. (૬)
(रचना : डॉ. विराज शाह – अहमदाबाद)
दुहो
मन चंचळ अने वांकडुं, एनी चादर मेली थाय..
पण जो ने…
मन प्रभुना पगला ठवे, तो मन मंदिर बनी जाय..
गीत
(राग: अमारा रुपाळा भगवान)
आ मरकट जेवुं मन, के मन मारूं मानतुं नथी.
मनने समजावो कोई, के मन मारु सांभळतु नथी..
मन मगदाणाथी य नानु, करे रोज नवा फरमान;
मारु क्यांय कशु ना चाले, हुं मारा मननो गुलाम,
मारा दुःखना मूळ समान, आ मन मारु मानतु नथी.. (१)
पैसो परिवार प्रतिष्ठा पाछळ, पागल थइने नाचू;
स्वारथना रंगे रंगायेला लोको वच्चे हुं राचू,
ठोकर खाधी घणी वार, आ मन मारु मानतु नथी.. (२)
गुरु तप करवामा शूरा, सहुमां जगावे जोश;
सहु बाळ करे आयंबिल, मने य तप करवानी होंश,
पण पच्चक्खाण लेवा माटे, आ मन मारुं मानतुं नथी.. (३)
गुरुना उपकारी वचनो, मारो टाळी दे संसार;
मारो टाळी दे संसार, लावे मारा भवनो पार,
पण ऊंघ छोडी प्रवचनमां जवा मन मानतु नथी.. (४)
गुरुजी
मन मांगण छे, ए तो मांगे, एनी शुं सेवा करवानी;
कोइ क्रोध करे निष्कारण, तारे मन समता धरवानी,
मन काबूमां करी राख, आ मन शेनुं मानतुं नथी?.. (५)
संकल्प
आ मनना पापे भवसागरमां, भटक्यो काळ अनंत;
हवे मनने नाथी, सद् गती साधी, लावीश भवनो अंत,
पछी नहीं रहे आ फरियाद, के मन मारु मानतु नथी.. (६)