(રાગ : ઓ મારા રૂપાળા ભગવાન)
મારે બનવુ છે ભગવાન, મારે કરવા છે ઉપધાન
થઈ.. સાધનામાં એકતાન, મારે કરવા છે ઉપધાન
મારે બનવુ છે…
નમો અરિહંતાણં નાદે જ્યાં, ઉઘડે વહેલી સવાર,
સો લોગ્ગસ્સથી પાવન થઈ ને દઊં, ખમાસમણ સો વાર,
જ્યાં સુખ-દુઃખ એક સમાન… મારે કરવા…
મારી અષ્ટપ્રવચન માતા, જીવો ને આપે શાતા,
સહવર્તીઓ બને ભ્રાતા, જોઈ આંસુઓ ઉભરાતા,
જ્યાં પ્રેમ-સ્નેહ-સન્માન… મારે કરવા…
ગુરુ પ્રેમથી ઘણું સમજાવે-સંસાર ની યાદ ન આવે,
ભલે નિવિના દિવસો આવે, ઉપવાસે મન હરખાવે,
નાની ક્રિયામાં-ઘણું બહુમાન… મારે કરવા…
ગિરિરાજની શીતલ છાયા, રત્નચંદ્રસૂરિ ગુરુ રાયા,
વોહેરા પરિવાર સોહાયા, ઉપધાન તપ મંડાયા,
હવે ગૂંજે એક જ ગાન… મારે કરવા…
(राग : ओ मारा रूपाळा भगवान)
मारे बनवु छे भगवान, मारे करवा छे उपधान
थई.. साधनामां एकतान, मारे करवा छे उपधान
मारे बनवु छे…
नमो अरिहंताणं नादे ज्यां, उघडे वहेली सवार,
सो लोग्गस्सथी पावन थई ने दऊं, खमासमण सो वार,
ज्यां सुख-दुःख एक समान… मारे करवा…
मारी अष्टप्रवचन माता, जीवो ने आपे शाता,
सहवर्तीओ बने भ्राता, जोई आंसुओ उभराता,
ज्यां प्रेम-स्नेह-सन्मान… मारे करवा…
गुरु प्रेमथी घणुं समजावे-संसार नी याद न आवे,
भले निविना दिवसो आवे, उपवासे मन हरखावे,
नानी क्रियामां-घणुं बहुमान… मारे करवा…
गिरिराजनी शीतल छाया, रत्नचंद्रसूरि गुरु राया,
वोहेरा परिवार सोहाया, उपधान तप मंडाया,
हवे गूंजे एक ज गान… मारे करवा…