(રચના : પૂ. આ. ઉદયરત્નસૂરિજી મ.સા.)
(રાગ : સિદ્ધગિરી ને ભેટવાનો)
મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ,
રાજાઓના રાજા શોભે ઋષભજી નો ઠાઠ
મીઠી…
કોઈ અલગારી યોગી એ પ્રભુજીને પ્રગટાવ્યા,
જિનમંદિર ને મનમંદિર માં ઋષભજી પધરાવ્યા,
કંકુનાં થાપા લગાવો, મહેંદી રંગ્યા હાથ
રાજાઓ ના…
નાના નમણાં રાજકુંવર છે આદિશ્વર અલબેલા,
સાલગીરીની ધજા ચડાવી હૈયા સૌ હરખેલા,
ઢોલ નગારા વગડાવ્યા ને ઘર ઘર ગુંજે નાદ
રાજાઓ ના…
આજ વતનની ધૂળમંહી દેશાવર થી સહુ આવ્યા,
રજતવર્ષ ની સાલગીરીમાં ઉત્સવરંગ મનાવ્યો,
રત્નચન્દ્રસૂરી પધાર્યા સકળ સંઘની સાથ
રાજાઓ ના…
ઘરે ઘરે દીક્ષાના તોરણ આ પ્રભુએ બંધાવ્યા,
રત્નત્રયીની ઉપાસનાથી રાગ-દ્વેષ છોડાવ્યા,
‘ઉદયરતન’ ના મનગમતા છે, જય જય આદિનાથ
રાજાઓ ના…
(रचना : पू. आ. उदयरत्नसूरिजी म.सा.)
(राग : सिद्धगिरी ने भेटवानो)
मीठी पालडी गामनां मीठां आदिनाथ,
राजाओना राजा शोभे ऋषभजी नो ठाठ
मीठी…
कोई अलगारी योगी ए प्रभुजीने प्रगटाव्या,
जिनमंदिर ने मनमंदिर मां ऋषभजी पधराव्या,
कंकुनां थापा लगावो, महेंदी रंग्या हाथ
राजाओ ना…
नाना नमणां राजकुंवर छे आदिश्वर अलबेला,
सालगीरीनी धजा चडावी हैया सौ हरखेला,
ढोल नगारा वगडाव्या ने घर घर गुंजे नाद
राजाओ ना…
आज वतननी धूळमंही देशावर थी सहु आव्या,
रजतवर्ष नी सालगीरीमां उत्सवरंग मनाव्यो,
रत्नचन्द्रसूरी पधार्या सकळ संघनी साथ
राजाओ ना…
घरे घरे दीक्षाना तोरण आ प्रभुए बंधाव्या,
रत्नत्रयीनी उपासनाथी राग-द्वेष छोडाव्या,
‘उदयरतन’ ना मनगमता छे, जय जय आदिनाथ
राजाओ ना…