(રચના : પૂ. શ્રી રામવિજય મ.સા.)
નારે પ્રભુ ! નહિ માનું અવરની આણ !
મારે તાહરું વચન પ્રમાણ… નારે પ્રભુ…
હરિ હરાદિક દેવ અનેરા,
તે દીઠા જગમાંય રે…
ભામિની ભ્રમર ભ્રુકુટિયે ભૂલ્યા
તે મુજને ન સુહાય… નારે પ્રભુ…
કેઈક રાગી ને કેઈક દ્વેષી,
કેઈક લોભી દેવ રે
કેઈક મદ માયાના ભરીયા,
કેમ કરીયે તસ સેવ… નારે પ્રભુ…
મુદ્રા પણ તેહમાં નવી દીસે,
તુજ માંહેલી તિલ માત્ર રે
જે દેખી દિલડું નવિ રીઝે,
શી કરવી તસ વાત… નારે પ્રભુ…
તું ગતિ ! તું મતિ ! તું મુજ પ્રીતમ !
જીવજીવન આધાર રે
રાત દિવસ સુપનાંતર માંહી,
તું મારે નિરધાર… નારે પ્રભુ…
અવગુણ સઘળા ઉવેખીને પ્રભુ !
સેવક કરીને નિહાલ રે
જગબંધવ એ વિનંતિ મારી,
મારા જન્મ-મરણ દુઃખ ટાળ…
નારે પ્રભુ…
ચોવીશમા પ્રભુ ત્રિભુવન સ્વામી !
સિદ્ધાર્થના નંદ રે
ત્રિશલાજીના નાનડિયા પ્રભુ !
તુમ દીઠે અતિ હિ આનંદ…
નારે પ્રભુ…
સુમતિવિજય કવિરાયનો રે,
‘રામવિજય’ કરજોડ રે
ઉપકારી અરિહંતજી મારા,
ભવોભવના બંધ છોડ…
નારે પ્રભુ…
(रचना : पू. श्री रामविजय म.सा.)
नारे प्रभु ! नहि मानुं अवरनी आण !
मारे ताहरुं वचन प्रमाण… नारे प्रभु…
हरि हरादिक देव अनेरा,
ते दीठा जगमांय रे…
भामिनी भ्रमर भ्रुकुटिये भूल्या
ते मुजने न सुहाय… नारे प्रभु…
केईक रागी ने केईक द्वेषी,
केईक लोभी देव रे
केईक मद मायाना भरीया,
केम करीये तस सेव… नारे प्रभु…
मुद्रा पण तेहमां नवी दीसे,
तुज मांहेली तिल मात्र रे
जे देखी दिलडुं नवि रीझे,
शी करवी तस वात… नारे प्रभु…
तुं गति ! तुं मति ! तुं मुज प्रीतम !
जीवजीवन आधार रे
रात दिवस सुपनांतर मांही,
तुं मारे निरधार… नारे प्रभु…
अवगुण सघळा उवेखीने प्रभु !
सेवक करीने निहाल रे
जगबंधव ए विनंति मारी,
मारा जन्म-मरण दुःख टाळ…
नारे प्रभु…
चोवीशमा प्रभु त्रिभुवन स्वामी !
सिद्धार्थना नंद रे
त्रिशलाजीना नानडिया प्रभु !
तुम दीठे अति हि आनंद…
नारे प्रभु…
सुमतिविजय कविरायनो रे,
‘रामविजय’ करजोड रे
उपकारी अरिहंतजी मारा,
भवोभवना बंध छोड…
नारे प्रभु…