(રાગ : તેરે સંગ યારા / Tere Sang Yaara)
વેષ વિરાગી નો, મારે હૈયે ધરવો છે
જિન આજ્ઞા પાડીને, મારે ભવજલ તરવો છે
ઓ ગુરુ મને આપો… પાવન દીક્ષા
આ બાળ તમારો, કરે છે પ્રતીક્ષા… (૨)
તારો મારો સાથ અનંત છે,
મારે બનવું સાચા સંત છે,
તારા ચરણે મારો અંત છે… પ્રભુ શું કહું?
તારી મારી જ સાચી પ્રીત છે,
મારુ જીવન પ્રભુ સંગ – ગીત છે,
મારા મનડા નો તું મીત છે… પ્રભુ શું કહું?
વેષ વિરાગી નો…
મમ મૂંડાવેહ,
મમ પ્વાવેહ,
મમ વેશં સમપેહ
(૩ વાર)
ડૂબે જીવન જહાજ રે,
મારે સજવો સંયમ સાજ રે
પેહરી જિન આજ્ઞા તાજ રે… ગુરુ શું કહું?
જવા મુક્તિપુરી કાજ રે,
ઝાલો ગુરુ મારો હાથ રે,
આતમ નો એક અવાજ રે… ગુરુ શું કહું?
વેષ વિરાગી નો…
(राग : तेरे संग यारा / Tere Sang Yaara)
वेष विरागी नो, मारे हैये धरवो छे
जिन आज्ञा पाडीने, मारे भवजल तरवो छे
ओ गुरु मने आपो… पावन दीक्षा
आ बाळ तमारो, करे छे प्रतीक्षा… (२)
तारो मारो साथ अनंत छे,
मारे बनवुं साचा संत छे,
तारा चरणे मारो अंत छे… प्रभु शुं कहुं?
तारी मारी ज साची प्रीत छे,
मारु जीवन प्रभु संग – गीत छे,
मारा मनडा नो तुं मीत छे… प्रभु शुं कहुं?
वेष विरागी नो…
मम मूंडावेह,
मम प्वावेह,
मम वेशं समपेह
(३ वार)
डूबे जीवन जहाज रे,
मारे सजवो संयम साज रे
पेहरी जिन आज्ञा ताज रे… गुरु शुं कहुं?
जवा मुक्तिपुरी काज रे,
झालो गुरु मारो हाथ रे,
आतम नो एक अवाज रे… गुरु शुं कहुं?
वेष विरागी नो…