(રાગ : મોતી વેરાણા)
(રચના : સાધ્વીજી ભવ્યાંગના રેખા શ્રીજી મ. સા.)
હો… તમે ઉત્સવ આજે મંડાવો.. (૨)
મંગલ ગીતો ગાવો આજે શરણાઈ-ઢોલ વગાડો…
હો… મારા તપસ્વી આવ્યા આજે.. (૨)
જય-જય નાદ ગજાવો ભાઈ, તપની ધૂમ મચાવો…
(મોતી વેરાણા આંગણમાં, આવ્યા તપસ્વી,
હૈયા હર્ષિત થાય, રે આવ્યા તપસ્વી) (૨)
અક્ષત-ફૂલડે વધાવો, આવ્યા તપસ્વી,
જિનશાસન સોહાય, રે આવ્યા તપસ્વી…
હો… તમે આંગણ આજ સજાવો.. (૨)
આસોપાલવ ના તોરણ બંધાવો, શાસન દેવી વધાવો…
હો… આજે અવસર રૂડો આવ્યો.. (૨)
મનના મનોરથ પૂરા થાતા, તપસ્વી મન હરખાયો…
(મોતી વેરાણા આંગણમાં, આવ્યા તપસ્વી,
હૈયા હર્ષિત થાય, રે આવ્યા તપસ્વી) (૨)
અક્ષત-ફૂલડે વધાવો, આવ્યા તપસ્વી,
જિનશાસન સોહાય, રે આવ્યા તપસ્વી…
(राग : मोती वेराणा)
(रचना : साध्वीजी भव्यांगना रेखा श्रीजी म. सा.)
हो… तमे उत्सव आजे मंडावो.. (२)
मंगल गीतो गावो आजे शरणाई-ढोल वगाडो…
हो… मारा तपस्वी आव्या आजे.. (२)
जय-जय नाद गजावो भाई, तपनी धूम मचावो…
(मोती वेराणा आंगणमां, आव्या तपस्वी,
हैया हर्षित थाय, रे आव्या तपस्वी) (२)
अक्षत-फूलडे वधावो, आव्या तपस्वी,
जिनशासन सोहाय, रे आव्या तपस्वी…
हो… तमे आंगण आज सजावो.. (२)
आसोपालव ना तोरण बंधावो, शासन देवी वधावो…
हो… आजे अवसर रूडो आव्यो.. (२)
मनना मनोरथ पूरा थाता, तपस्वी मन हरखायो…
(मोती वेराणा आंगणमां, आव्या तपस्वी,
हैया हर्षित थाय, रे आव्या तपस्वी) (२)
अक्षत-फूलडे वधावो, आव्या तपस्वी,
जिनशासन सोहाय, रे आव्या तपस्वी…