સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિત્તડું અમારું ચોરી લીધું;
સાહિબા વાસુપૂજ્ય જિણંદા,
મોહના વાસુપૂજ્ય જિણંદા.
અમે પણ તુમ શું કામણ કરશું,
ભક્તે ગ્રહી મનઘર માં ધરશું…
સાહિબા…
મનઘરમાં ધરીયા ઘર શોભા,
દેખત નિત્ય રહે થિર શોભા;
મન વૈકુંઠ અકુંઠિત ભગતે,
યોગી ભાખે અનુભવ યુક્તે…
સાહિબા…
ક્લેશ વાસિત મન સંસાર,
ક્લેશ રહિત મન તે ભવપાર;
જો વિશુદ્ધ મન ઘર તુમે આયા,
પ્રભુ તો અમે નવનિધિ-ઋદ્ધિ પાયા…
સાહિબા…
સાત રાજ અલગા જઈ બેઠા,
પણ ભગતે અમ મનમાં પેઠા;
અળગાને વળગ્યા જે રહેવું,
તે ભાણા ખડખડ દુઃખ સહેવું…
સાહિબા…
ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે,
ભેદ છેદ કરશું હવે ટેકે;
ક્ષીરનીર પરે તુમ શું મિલ॒શું,
‘વાચક યશ’ કહે હેજે હલશું…
સાહિબા…
स्वामी तुमे कांई कामण कीधुं,
चित्तडुं अमारुं चोरी लीधुं;
साहिबा वासुपूज्य जिणंदा,
मोहना वासुपूज्य जिणंदा.
अमे पण तुम शुं कामण करशुं,
भक्ते ग्रही मनघर मां धरशुं…
साहिबा…
मनघरमां धरीया घर शोभा,
देखत नित्य रहे थिर शोभा;
मन वैकुंठ अकुंठित भगते,
योगी भाखे अनुभव युक्ते…
साहिबा…
क्लेश वासित मन संसार,
क्लेश रहित मन ते भवपार;
जो विशुद्ध मन घर तुमे आया,
प्रभु तो अमे नवनिधि-ऋद्धि पाया…
साहिबा…
सात राज अलगा जई बेठा,
पण भगते अम मनमां पेठा;
अळगाने वळग्या जे रहेवुं,
ते भाणा खडखड दुःख सहेवुं…
साहिबा…
ध्याता ध्येय ध्यान गुण एके,
भेद छेद करशुं हवे टेके;
क्षीरनीर परे तुम शुं मिल॒शुं,
‘वाचक यश’ कहे हेजे हलशुं…
साहिबा…