(રચના – પૂજ્ય શ્રી રામવિજય જી મહારાજ)
શ્રી સીમંધર સાહિબા હું કેમ આવું તુમ પાસ
કેમ આવું તુમ પાસ…
દૂર વચ્ચે અંતર ઘણો મને મલવાની ઘણી આશ
હું તો ભરત ને છેડે…
મને મલવાની ઘણી આશ,
હું તો ભરત ને છેડે…
હું તો ભરતને છેડલે કાંઈ પ્રભુજી વિદેહ મોઝાર (૨ વાર)
ડુંગર વચ્ચે દરિયા ઘણા રે (૨ વાર),
કાંઈ કોશમા કોશ હજાર…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
પ્રભુ દેતા હશે દેશના કાંઈ સાંભલે તિહાંના લોક (૨ વાર)
ધન્ય તે ગ્રામ નગરપુરી રે (૨ વાર),
જિહાં વસે પુણ્યવંત લોક…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
ધન્ય તે શ્રાવક શ્રાવિકા જે નિરખે તુમ મુખકંદ (૨ વાર)
પણ ઐ મનોરથ અમ તણા રે (૨ વાર),
ક્યારે ફલશે ભાગ્ય અમંદ…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
વરતારો વર્તી જુઓ કાંઈ જોષીએ માંડ્યા લગન (૨ વાર)
ક્યારે સીમંધર ભેટશું રે (૨ વાર),
મને લાગી ઐહ લગન…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
પણ જોષી નહી ઐહવો જે ભાંજે મનની ભ્રાંત (૨ વાર)
પણ અનુભવ મિત્રકૃપા કરો રે (૨ વાર),
કાંઈ તિણે મલવો તુમ એકાંત…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
વીતરાગ ભાવે સહી તુમ વર્તો છો જગનાથ (૨ વાર)
મેં જાણ્યુ તુમ કહેણથી રે (૨ વાર),
હું થયો છુ સ્વામી સનાથ…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
પુષ્કલાવતી વિજયે વસો કાંઈ નયરી પુંડરીગિણી સાર (૨ વાર)
સત્યકી નંદન વંદના રે (૨ વાર),
અવધારો ગુણ ભંડાર…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
શ્રેયાંસનૃપ કુલ ચંદલો કાંઈ રુક્ષ્મણી રાણીનો કંત (૨ વાર)
વાચક રામવિજય કહે રે (૨ વાર),
તુમ ધ્યાને હો મુજ ચિત્ત…
હું તો ભરત ને છેડે હું તો ભરત ને છેડે…
(रचना – पूज्य श्री रामविजय जी महाराज)
श्री सीमंधर साहिबा हुं केम आवुं तुम पास
केम आवुं तुम पास…
दूर वच्चे अंतर घणो मने मलवानी घणी आश
हुं तो भरत ने छेडे…
मने मलवानी घणी आश,
हुं तो भरत ने छेडे…
हुं तो भरतने छेडले कांई प्रभुजी विदेह मोझार (२ वार)
डुंगर वच्चे दरिया घणा रे (२ वार),
कांई कोशमा कोश हजार…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
प्रभु देता हशे देशना कांई सांभले तिहांना लोक (२ वार)
धन्य ते ग्राम नगरपुरी रे (२ वार),
जिहां वसे पुण्यवंत लोक…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
धन्य ते श्रावक श्राविका जे निरखे तुम मुखकंद (२ वार)
पण ऐ मनोरथ अम तणा रे (२ वार),
क्यारे फलशे भाग्य अमंद…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
वरतारो वर्ती जुओ कांई जोषीए मांड्या लगन (२ वार)
क्यारे सीमंधर भेटशुं रे (२ वार),
मने लागी ऐह लगन…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
पण जोषी नही ऐहवो जे भांजे मननी भ्रांत (२ वार)
पण अनुभव मित्रकृपा करो रे (२ वार),
कांई तिणे मलवो तुम एकांत…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
वीतराग भावे सही तुम वर्तो छो जगनाथ (२ वार)
में जाण्यु तुम कहेणथी रे (२ वार),
हुं थयो छु स्वामी सनाथ…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
पुष्कलावती विजये वसो कांई नयरी पुंडरीगिणी सार (२ वार)
सत्यकी नंदन वंदना रे (२ वार),
अवधारो गुण भंडार…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…
श्रेयांसनृप कुल चंदलो कांई रुक्ष्मणी राणीनो कंत (२ वार)
वाचक रामविजय कहे रे (२ वार),
तुम ध्याने हो मुज चित्त…
हुं तो भरत ने छेडे हुं तो भरत ने छेडे…