તારા હાથનું રમકડું પ્રભુ હું તો તારા…
ચાવી ચડાવે એમ ચડુ ને પડુ હું તો…
કાચી માટીનું ઘડીયું પૂતળું મજાનું ને, (૨)
રંગ બે રંગી કાયા સજાવી
રમવાને મોકલ્યુ તે તો રંગભૂમિ પર, (૨)
આડે ઉભીને રહ્યો નાચ નચાવી…
હસાવે હસુને, રડાવે રડું… (૨)
હું તો… તારા હાથનું…
તારી દીધેલી ચાવી પૂરી થશે, (૨)
રમતું રમકડું આ બંધ થવાનું…
રંગો રૂપાળા એના ઊડી જશે ને (૨)
માટી હતું તે માટી થવાનું…
પાછો આવીને તારા હાથમાં પડું… (૨)
હું તો… તારા હાથનું…
મસ્ત બનીને હું તો ગાઉ તારા ગીતડા, (૨)
ઘડીકમાં આંખે આંસુની ધારા…
ઘડીકમાં રમતો રંગ વિલાસે, (૨)
ઘડીકમાં જીવન લાગે છે ખારા
આશાની પાંખે ઉડી આભને અડું… (૨)
હું તો… તારા હાથનું…
तारा हाथनुं रमकडुं प्रभु हुं तो तारा…
चावी चडावे एम चडु ने पडु हुं तो…
काची माटीनुं घडीयुं पूतळुं मजानुं ने, (२)
रंग बे रंगी काया सजावी
रमवाने मोकल्यु ते तो रंगभूमि पर, (२)
आडे उभीने रह्यो नाच नचावी…
हसावे हसुने, रडावे रडुं… (२)
हुं तो… तारा हाथनुं…
तारी दीधेली चावी पूरी थशे, (२)
रमतुं रमकडुं आ बंध थवानुं…
रंगो रूपाळा एना ऊडी जशे ने (२)
माटी हतुं ते माटी थवानुं…
पाछो आवीने तारा हाथमां पडुं… (२)
हुं तो… तारा हाथनुं…
मस्त बनीने हुं तो गाउ तारा गीतडा, (२)
घडीकमां आंखे आंसुनी धारा…
घडीकमां रमतो रंग विलासे, (२)
घडीकमां जीवन लागे छे खारा
आशानी पांखे उडी आभने अडुं… (२)
हुं तो… तारा हाथनुं…