રચના : શ્રી ભદ્રાબાહુ સ્વામી
ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ મુક્કં ।
વિસહર વિસ નિન્નાસં, મંગલ કલ્લાણ આવાસં ।।૧।।
વિસહર ફુલિંગ મંતં, કંઠે ધારેઇ જો સયા મણુઓ ।
તસ્સ ગહ રોગ મારી, દુટ્ઠ જરા જંતિ ઉવસામં ।।૨।।
ચિટ્ઠઉ દુરે મંતો, તુજ્ઝ પણામો વિ બહુ ફલો હોઇ ।
નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ-દોગચ્ચં।।૩।।
તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ ।
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં ।।૪।।
ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિભર નિબ્ભરેણ હિયએણ ।
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ- જિણચંદ ।।૫।।
रचना : श्री भद्राबाहु स्वामी
उवसग्गहरं पासं, पासं वंदामि कम्म-घण मुक्कं ।
विसहर विस निन्नासं, मंगल कल्लाण आवासं ।।१।।
विसहर फुलिंग मंतं, कंठे धारेइ जो सया मणुओ ।
तस्स गह रोग मारी, दुट्ठ जरा जंति उवसामं ।।२।।
चिट्ठउ दुरे मंतो, तुज्झ पणामो वि बहु फलो होइ ।
नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगच्चं।।३।।
तुह सम्मत्ते लद्धे, चिंतामणि कप्पपाय वब्भहिए ।
पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।४।।
इअ संथुओ महायस, भत्तिभर निब्भरेण हियएण ।
ता देव! दिज्ज बोहिं, भवे भवे पास- जिणचंद ।।५।।
ગાથાર્થ
ઉપસર્ગો(વિઘ્નો) ને નિવારનારા, પાર્શ્વયક્ષ જેમની નિકટ છે એવા અથવા ભક્તોની સમિપ રહેનાર(ઘાતિ) કર્મના સમુદાયથી મુક્ત, સર્પવિષનાશક, મંગળ અને કલ્યાણના ધામરૂપ એવા શ્રી પાર્શ્વપ્રભુને હું વંદન કરું છું. વિસહર સ્ફુલિંગ નામના મંત્રને જે મનુષ્ય સદા કંઠે ધારણ કરે(નિરંતર જાપ કરે) તેનાં વિપરિત ગ્રહો, રોગો, મરકી, ભયંકર તાવ આદિ શાંત થઈ જાય છે. એ મંત્ર તો દુર રહો, પણ અમને કરવામાં આવેલ પ્રણામ પણ ધણા ફળને આપનારો છે. જેથી મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો પણ દુ:ખ અને દુર્દશા નથી પામતા.
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ આધિક આપનું સમ્યક્ત્વ પ્રાપ્તથયે છતે જીવો સહેલાઇથી મોક્ષને પામે છે. એ રીતે હે મહાયશસ્વી! પાર્શ્વ જિનચંદ્ર! મેં તમારી સ્તુતિ ભક્તિ પૂર્ણ હ્રદયથી કરી, તો હે દેવ! મને ભવોભવ આપનું સમ્યક્ત્વ આપો.
ભાવાર્થ
આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તથા પાર્શ્વપ્રભુના નામયુક્ત ‘વિસહર ફુલિંગ’ મંત્રનું અને તેમને કરાયેલા પ્રણામનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમજ સમ્યક્ત્વ માંગવામાં આવ્યું છે. શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામિએ પોતાના ભાઈ વરાહમિહિરે કરેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા આ સ્તોત્રની રચના કરી છે.