(રાગ : મોર બની થનગાટ કરે)
વીર પ્રભુ શણગાર ધરે,
મારા વીર પ્રભુ શણગાર ધરે (4) ,
સુખ થાય સદા દરિશન કરતાં,
વીર પ્રભુ શણગાર ધરે…
મુખ વિમલ વિમલ તેજ ધરે,
દીવડે દીવડે અજવાસ ભરે,
નીરખી નીરખી મારું મન ઠરે… (૨)
ધૂપ મધ-મધ મધ-મધ બળે,
સુર ભિમન મોહે છે પળે… પળે,
સહુ સુખ મળે, સહુ દુઃખ ટળે… (૨),
મલકી મલકી મહાવીરજી માહરા,
મધુરો મધુરો જાદુ કરે… (૨)
રમતા-રમતા સમતા રસ દાદા,
પાપ હરે સંતાપ હરે… (૨)
મારુ મન… મારા વીર પ્રભુ…
તારુ નામ ગમે, તારું ધામ ગમે,
તારું કામ ગમે આ દમામ ગમે,
તારા રુપ ને રંગ તમામ ગમે…
તારું ગીત ગમે, તારું સ્મિત ગમે,
તારી પ્રીત ગમે, તારી રીત ગમે,
તન મન તને નિત નિત નમે…
તારે દ્વાર મારા શુભ લાભ વસે,
જાણે સાવન મેઘલો ઝરમરે… (૨)
રાતે નીંદર લેતાંય સપનામાં,
તુજ મંગલ મૂરત તરવરે… (૨)
મારુ મન… મારા વીર પ્રભુ…
(राग : मोर बनी थनगाट करे)
वीर प्रभु शणगार धरे,
मारा वीर प्रभु शणगार धरे (4) ,
सुख थाय सदा दरिशन करतां,
वीर प्रभु शणगार धरे…
मुख विमल विमल तेज धरे,
दीवडे दीवडे अजवास भरे,
नीरखी नीरखी मारुं मन ठरे… (२)
धूप मध-मध मध-मध बळे,
सुर भिमन मोहे छे पळे… पळे,
सहु सुख मळे, सहु दुःख टळे… (२),
मलकी मलकी महावीरजी माहरा,
मधुरो मधुरो जादु करे… (२)
रमता-रमता समता रस दादा,
पाप हरे संताप हरे… (२)
मारु मन… मारा वीर प्रभु…
तारु नाम गमे, तारुं धाम गमे,
तारुं काम गमे आ दमाम गमे,
तारा रुप ने रंग तमाम गमे…
तारुं गीत गमे, तारुं स्मित गमे,
तारी प्रीत गमे, तारी रीत गमे,
तन मन तने नित नित नमे…
तारे द्वार मारा शुभ लाभ वसे,
जाणे सावन मेघलो झरमरे… (२)
राते नींदर लेतांय सपनामां,
तुज मंगल मूरत तरवरे… (२)
मारु मन… मारा वीर प्रभु…