(રચના : શ્રી આશુતોષ વ્યાસ)
(રાગ : આપ કી નજ઼રોં ને સમઝા પ્યાર કે)
વણમાંગ્યુ આપ્યું બધું,
મારી નથી કોઈ માંગણી (૨ વાર)
મારા અંતઃકરણની,
આટલી બસ લાગણી
હું તો જેવો તેવો છું પણ,
પ્રભુ મને અપનાવજો..
હે પ્રભુ મારા હૃદયમાં,
દિવડો પ્રગટાવજો..
હે પ્રભુ મારા હૃદયમાં…
આપને પોતાના કરવા,
હું પ્રયત્ન માંડુ છું (2 વાર)
સિદ્ધશિલાએ પહોંચવા,
હું તો પગલા પાડું છું
હું કદી ભૂલો પડું તો,
હાથ મારો ઝાલજો
મારા ઉપર નેહ ધરીને,
કરુણાને વરસાવજો
હે પ્રભુ મારા હૃદયમાં…
(रचना : श्री आशुतोष व्यास)
(राग : आप की नज़रों ने समझा प्यार के)
वणमांग्यु आप्युं बधुं,
मारी नथी कोई मांगणी (२ वार)
मारा अंतःकरणनी,
आटली बस लागणी
हुं तो जेवो तेवो छुं पण,
प्रभु मने अपनावजो..
हे प्रभु मारा हृदयमां,
दिवडो प्रगटावजो..
हे प्रभु मारा हृदयमां…
आपने पोताना करवा,
हुं प्रयत्न मांडु छुं (2 वार)
सिद्धशिलाए पहोंचवा,
हुं तो पगला पाडुं छुं
हुं कदी भूलो पडुं तो,
हाथ मारो झालजो
मारा उपर नेह धरीने,
करुणाने वरसावजो
हे प्रभु मारा हृदयमां…