જિનવર સદા તુજ સાથ હો,
જનમોજનમ તું નાથ હો…
પ્રભુ તું મળ્યો જીવન મળ્યું,
જાણે કે નંદનવન મળ્યું,
ભવોભવ આ પુણ્ય પ્રભાત હો…
જિનવર… (૧)
હર એક પળ તુજ સંગ હો,
હર એક કણ તુજ રંગ હો,
તારું શરણ દિનરાત હો…
જિનવર… (૨)
હર આંખ ના પલકાર માં,
દિલના દરેક ધબકારમાં,
હંમેશ તારી યાદ હો…
જિનવર… (૩)
લઇ જાય તું ત્યાં જાઉં હું,
તુજ સાથ કદમ બઢાવું હું,
મુજ આંગળી તુજ હાથ હો…
જિનવર… (૪)
जिनवर सदा तुज साथ हो,
जनमोजनम तुं नाथ हो…
प्रभु तुं मळ्यो जीवन मळ्युं,
जाणे के नंदनवन मळ्युं,
भवोभव आ पुण्य प्रभात हो…
जिनवर… (१)
हर एक पळ तुज संग हो,
हर एक कण तुज रंग हो,
तारुं शरण दिनरात हो…
जिनवर… (२)
हर आंख ना पलकार मां,
दिलना दरेक धबकारमां,
हंमेश तारी याद हो…
जिनवर… (३)
लइ जाय तुं त्यां जाउं हुं,
तुज साथ कदम बढावुं हुं,
मुज आंगळी तुज हाथ हो…
जिनवर… (४)