(રચના : હર્ષિત શાહ)
મહેલો થી પણ વધુ સુખ છે
નાથ તમારી પાસજી…
રહેવું છે હર એક ભવ માં
નાથ તમારી સાથજી…
વચન આપો નહિ છોડો,
નાથ અમારો હાથજી…
“ઓ પ્યારા નાથજી"
“ઓ પ્યારા નાથજી"
“બનો મારા સારથી"
“ઓ પ્યારા નાથજી"
[૨ વાર]
ઝંખું છું બસ જીવનભર મને
એક તમારો સાથ મળે…
આ મસ્તક તારા ચરણો માં
માથે સદા તારો હાથ રહે…
પ્રાણ પૂર્યા છે આ નિર્જીવ માં
તમે કૃપાળ સનાથજી…
રહેવું છે હર એક ભવ માં
નાથ તમારી સાથજી…
વચન આપો નહિ છોડો,
નાથ અમારો હાથજી…
“ઓ પ્યારા નાથજી"
“ઓ પ્યારા નાથજી"
“બનો મારા સારથી"
“ઓ પ્યારા નાથજી"
[૨ વાર]
પ્રીતમ તમારા ચરણો માં જીવન ને
જો કોઈ રાહ મળે,
હું ભૂલી જાઉં સંસાર બધો
મને તારો જો સથવાર મળે
તવઆજ્ઞા ને શ્વાસ બનાવું
એજ હવે મારુ લક્ષ્ય બને…
રાગી થી વૈરાગી ને વૈરાગી
થી વીતરાગી બને…
શુદ્ધિ નથી ને શક્તિ નથી પણ…
શુદ્ધિ નથી ને શક્તિ નથી
છતાંય સ્વીકારો નાથજી,
રહેવું છે હર એક ભવ માં
નાથ તમારી સાથજી…
વચન આપો નહિ છોડો,
ઓ નાથ અમારો હાથજી…
“ઓ પ્યારા નાથજી"
“ઓ પ્યારા નાથજી"
“બનો મારા સારથી"
“ઓ પ્યારા નાથજી"
[૨ વાર]
મારા પ્રભુવર મારી સાથ સાથ
હું જુમી જુમી ને નાચું…
મારા ગુરુવર મારી સાથ સાથ
હું જુમી જુમી ને નાચું…
મારા પ્રભુવર મારી સાથ સાથ
હું જુમી જુમી ને નાચું…
મારા પુરા થયા અરમાન
હું જુમી જુમી ને નાચું…
હું જુમી જુમી ને નાચું,
હું જુમી જુમી ને નાચું…
મારા પુરા થયા અરમાન
હું જુમી જુમી ને નાચું…
(रचना : हर्षित शाह)
महेलो थी पण वधु सुख छे
नाथ तमारी पासजी…
रहेवुं छे हर एक भव मां
नाथ तमारी साथजी…
वचन आपो नहि छोडो,
नाथ अमारो हाथजी…
“ओ प्यारा नाथजी"
“ओ प्यारा नाथजी"
“बनो मारा सारथी"
“ओ प्यारा नाथजी"
[२ वार]
झंखुं छुं बस जीवनभर मने
एक तमारो साथ मळे…
आ मस्तक तारा चरणो मां
माथे सदा तारो हाथ रहे…
प्राण पूर्या छे आ निर्जीव मां
तमे कृपाळ सनाथजी…
रहेवुं छे हर एक भव मां
नाथ तमारी साथजी…
वचन आपो नहि छोडो,
नाथ अमारो हाथजी…
“ओ प्यारा नाथजी"
“ओ प्यारा नाथजी"
“बनो मारा सारथी"
“ओ प्यारा नाथजी"
[२ वार]
प्रीतम तमारा चरणो मां जीवन ने
जो कोई राह मळे,
हुं भूली जाउं संसार बधो
मने तारो जो सथवार मळे
तवआज्ञा ने श्वास बनावुं
एज हवे मारु लक्ष्य बने…
रागी थी वैरागी ने वैरागी
थी वीतरागी बने…
शुद्धि नथी ने शक्ति नथी पण…
शुद्धि नथी ने शक्ति नथी
छतांय स्वीकारो नाथजी,
रहेवुं छे हर एक भव मां
नाथ तमारी साथजी…
वचन आपो नहि छोडो,
ओ नाथ अमारो हाथजी…
“ओ प्यारा नाथजी"
“ओ प्यारा नाथजी"
“बनो मारा सारथी"
“ओ प्यारा नाथजी"
[२ वार]
मारा प्रभुवर मारी साथ साथ
हुं जुमी जुमी ने नाचुं…
मारा गुरुवर मारी साथ साथ
हुं जुमी जुमी ने नाचुं…
मारा प्रभुवर मारी साथ साथ
हुं जुमी जुमी ने नाचुं…
मारा पुरा थया अरमान
हुं जुमी जुमी ने नाचुं…
हुं जुमी जुमी ने नाचुं,
हुं जुमी जुमी ने नाचुं…
मारा पुरा थया अरमान
हुं जुमी जुमी ने नाचुं…