રચના: પૂ. પ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ
ઓ મારા રૂપાળા ભગવાન,
તમારું રૂપ ભૂલાવે ભાન
તમારો ઉજળો ઉજળો વાન,
તમારું રૂપ ભૂલાવે ભાન
ઓ મારા રૂપાળા…
તારી અણિયારી પાંપણમાં મને મોરપીંછ દેખાતું;
તારા ભાલ-તિલકમાં જાણે કે મેઘધનુષ વિખરાતું.
તારા પ્રેમ તણી પહેચાન… તમારું રૂપ… (૧)
કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને લૂંછે;
પેલું અંગલૂછણું પૂછે: તારા દેહથી કોમળ શું છે?
આ દુનિયા છે કુરબાન… તમારું રૂપ… (૨)
હું ફૂલ ચડાવું તુજને તો ફુલ ઘણું શરમાતું;
સૌંદર્ય તમારું નિરખી એનું અંગ ગુલાબી થાતું.
તારું દર્શન અમૃત પાન… તમારું રૂપ… (૩)
હે ભુવન વિમોહન સ્વામી! ત્રિભુવનને ભલે વિસારો;
પણ “ઉદયરતન" ઝંખે છે તારી આંખનો નેહ-ઇશારો.
મારી વિનતી ધરજો કાન… તમારું રૂપ… (૪)
रचना: पू. प. श्री उदयरत्न विजयजी महाराज साहेब
ओ मारा रूपाळा भगवान,
तमारुं रूप भूलावे भान
तमारो उजळो उजळो वान,
तमारुं रूप भूलावे भान
ओ मारा रूपाळा…
तारी अणियारी पांपणमां मने मोरपींछ देखातुं;
तारा भाल-तिलकमां जाणे के मेघधनुष विखरातुं.
तारा प्रेम तणी पहेचान… तमारुं रूप… (१)
कोई हळवे हळवे हाथे तारा अंग अंगने लूंछे;
पेलुं अंगलूछणुं पूछे: तारा देहथी कोमळ शुं छे?
आ दुनिया छे कुरबान… तमारुं रूप… (२)
हुं फूल चडावुं तुजने तो फुल घणुं शरमातुं;
सौंदर्य तमारुं निरखी एनुं अंग गुलाबी थातुं.
तारुं दर्शन अमृत पान… तमारुं रूप… (३)
हे भुवन विमोहन स्वामी! त्रिभुवनने भले विसारो;
पण “उदयरतन" झंखे छे तारी आंखनो नेह-इशारो.
मारी विनती धरजो कान… तमारुं रूप… (४)


