(રચના: પ. પૂ. દાનવિજયજી મહારાજ સાહેબ)
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત,
છે અનંત સુખ તુજ ભોગ,
વીર્ય અનંત નો કર્યો વિયોગ,
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત…
વીર્ય અનંત તુજ પાસે વસે,
જ્ઞાન અનંતે તું ઉલ્લસે,
ઇમ અનંત દર્શન શ્રીકાર,
આપ અનંતા થયા અવિકાર,
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત…
તૂ અનંત કરુણા જલ કૂપ,
તાહરી જ્યોતિ અનંત સરૂપ,
તૂ અનંત વાણી વિસ્તરે,
તેહથી ભવિક અનંત તરે,
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત…
દ્રવ્ય અનંત તુજને પ્રત્યક્ષ,
તિમ અનંત પર્યાય લક્ષ,
તૂ અનંત લક્ષણ નો ગેહ,
બલ અનંત પૂરણ તુજ દેહ,
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત
તે માટે સુણ દેવ અનંત,
તાહરી છે પ્રભુ શક્તિ અનંત,
મુજને પણ સુખ દેહિ અનંત,
દાન કહે ધરી હરખ અનંત,
પ્રભુ તુમ નામ છે નાથ અનંત,
તુમ ગુણ પણ છે અકલ અનંત…
(रचना: प. पू. दानविजयजी महाराज साहेब)
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत,
छे अनंत सुख तुज भोग,
वीर्य अनंत नो कर्यो वियोग,
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत…
वीर्य अनंत तुज पासे वसे,
ज्ञान अनंते तुं उल्लसे,
इम अनंत दर्शन श्रीकार,
आप अनंता थया अविकार,
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत…
तू अनंत करुणा जल कूप,
ताहरी ज्योति अनंत सरूप,
तू अनंत वाणी विस्तरे,
तेहथी भविक अनंत तरे,
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत…
द्रव्य अनंत तुजने प्रत्यक्ष,
तिम अनंत पर्याय लक्ष,
तू अनंत लक्षण नो गेह,
बल अनंत पूरण तुज देह,
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत
ते माटे सुण देव अनंत,
ताहरी छे प्रभु शक्ति अनंत,
मुजने पण सुख देहि अनंत,
दान कहे धरी हरख अनंत,
प्रभु तुम नाम छे नाथ अनंत,
तुम गुण पण छे अकल अनंत…