આટલું તો આવડવું જ જોઈએ…
જીવન ને જીવતાં અને સંબંધો ને સીવતા આવડવું જોઈએ.
અમૃત નહિ મળે રોજ બે રોજ
ઝેર પીતા પણ આવડવું જોઈએ.
વાત વાત માં રુઠવું સારું નહિ
સહન કરતા પણ આવડવું જોઈએ.
અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય
થોડું નમતા પણ આવડવું જોઈએ.
બધું કઈ પચી નહિ શકે*.
થોડું વહેચતા પણ આવડવું જોઈએ.
બેઠાળુ જિંદગી શ્રાપ છે.
થોડું નાચતા પણ આવડવું જોઈએ.
ચોપડીઓ ભલે ના વાંચો
ચેહરા વાંચતા અચૂક આવડવું જોઈએ.
અબોલા ક્યારેય નહિ લેતા
મન મોટું રાખતા પણ આવડવું જોઈએ.
સોગિયું મોઢું કોને ગમે
ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ.
સંઘરાખોરી દુષણ છે
દાન આપતા પણ આવડવું જોઈએ.
ખોટા વખાણ કરવા ચાપલુસી છે
અરીસો બનતા પણ આવડવું જોઈએ.
