ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી.
અને તેમના ત્રણેય નાં દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા.
ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by Mom I am going to home
ત્યારે એની માઁ બોલી કે જુઓ આ મારો દીકરો છે, અને તે અંગ્રેજી મિડિયમ માં ભણે છે..
થોડીવારમાં બીજી મહીલાનો દિકરો પણ ત્યાં પોતાની માઁ પાસે આવ્યો અને Bye Mom Bye કહીને ઘરે જતો રહ્યો.
તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે..
ત્યાં ત્રીજી મહિલાનો દિકરો ઘરે જવા માટે તેમની માઁ પાસે આવ્યો આગળના બંન્ને છોકરાઓની જેમ તેને પણ
પોતાની માઁ સામે જોયું અને તેની માઁ પાસેથી પાણીનું માટલુ લઇ ખભે મુકયું,
અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માઁ હવે આપણે બન્ને ઘરે જઇએ.
ત્યારે દિકરાની માઁ બોલી કે જુઓ આ મારો દીકરો છે, અને તે ગુજરાતી મિડિયમ માં ભણે છે.
ઉપરોક્ત વાત નુ તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખર્ચીને સંસ્કાર ખરીદી શકાતા નથી.
ભણતર જેટલુ જરૂરી તેટલુ જ ઞણતર , સંસ્કાર તો આપને જ આપવા પડે.
