રચયિતા : પરમ પૂજ્ય મુનિરાજ નિપુણરત્ન મહારાજ સાહેબ
(રાગ : જિનવર તારું શાસન આ જગમાં)
ગિરિવર ચઢવાની, અંતર માં જાગી આશ,
દાદા ને મળવાની, દિલ માં લાગી પ્યાસ
હૈયે રાખી ઉલ્લાસ, જાવું દાદા ની પાસ,
ગિરિવર ચઢતા થાયે, ભવ્યતા નો એહસાસ
તારા અનેક આભે, ચંદ્રમા તો એક છે,
તીર્થો અનેક જગમા, અધિરાજ એક છે
ગિરિવર ચઢવાની…
ચઢતા ચઢતા મને ચઢી જાય શ્વાસ,
આવે જ્યાં ચાલવાનું મુખથી નીકળે હાશ,
શ્વાસ હાશ, કરતો પ્રવાસ, પહોચું દાદા ની પાસ,
દાદા કહે છે મને, શાબાસ શાબાસ,
રાખજે તું મારામાં, પાકો વિશ્વાસ
ગિરિવર ચઢવાની…
પામે છે જીવો જ્યાં પ્રભુતાનો પ્રકાશ,
પ્રસરી રહી છે જ્યાં સિધ્ધોની સુવાસ,
સહુના ખાસ, પુરે આશ, કર્મો કરશે નાશ,
દાદા આદિનાથનો, બનશે જે દાસ,
શાશ્વત ગિરિમાં પામે, હૈયે હળવાશ
ગિરિવર ચઢવાની…
ગુણો અનંતા, ગાતા ન આવે પાર,
દાદા સીમંધર કહે મહિમા અપરંપાર,
ત્રણ ગઢ, જલ્દી ચઢ, પહોંચી જા દરબાર,
શોભા નિરાલી અહીં આવે ભાગ્યશાળી,
નીરખે ગિરિને એતો પાકો પુણ્યશાળી
ગિરિવર ચઢવાની…
रचयिता : परम पूज्य मुनिराज निपुणरत्न महाराज साहेब
(राग : जिनवर तारुं शासन आ जगमां)
गिरिवर चढवानी, अंतर मां जागी आश,
दादा ने मळवानी, दिल मां लागी प्यास
हैये राखी उल्लास, जावुं दादा नी पास,
गिरिवर चढता थाये, भव्यता नो एहसास
तारा अनेक आभे, चंद्रमा तो एक छे,
तीर्थो अनेक जगमा, अधिराज एक छे
गिरिवर चढवानी…
चढता चढता मने चढी जाय श्वास,
आवे ज्यां चालवानुं मुखथी नीकळे हाश,
श्वास हाश, करतो प्रवास, पहोचुं दादा नी पास,
दादा कहे छे मने, शाबास शाबास,
राखजे तुं मारामां, पाको विश्वास
गिरिवर चढवानी…
पामे छे जीवो ज्यां प्रभुतानो प्रकाश,
प्रसरी रही छे ज्यां सिध्धोनी सुवास,
सहुना खास, पुरे आश, कर्मो करशे नाश,
दादा आदिनाथनो, बनशे जे दास,
शाश्वत गिरिमां पामे, हैये हळवाश
गिरिवर चढवानी…
गुणो अनंता, गाता न आवे पार,
दादा सीमंधर कहे महिमा अपरंपार,
त्रण गढ, जल्दी चढ, पहोंची जा दरबार,
शोभा निराली अहीं आवे भाग्यशाळी,
नीरखे गिरिने एतो पाको पुण्यशाळी
गिरिवर चढवानी…