(રચના : પ. પૂ. આ. ઉદયરત્નસૂરિજી મ.સા.)
ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે
જે એના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે
ઋષભજી બોલાવે છે…
સપનામાં એનાથી વાતો થાય;
આંખ ખૂલે ત્યાં સૌ પહેલા દેખાય,
હોઠ ને હૈયું એના ગીતો ગાય;
એના નામ-સ્મ૨ણથી સઘળું થાય,
એ આવશે… કોઈ પણ રીતે…
એની યાદમાં… રાતો વીતે…
અધ૨ાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે…
ઋષભજી બોલાવે છે…
એનો એક ભરોસો સાચો થાય;
એની પાસે હૈયુ આ ખોલાય
આમ જુઓ તો દૂ૨ ૨હે છે કયાંય;
આમ તો જાણે સાવ સમીપ કહેવાય
એ ત્યાં રહે… હું અહીં ૨હું…
તો પણ સુણે… હું જે કહું…
પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે…
ઋષભજી બોલાવે છે…
દાદા એના આંગણ બેસાડે;
સાંજ સવારે રાત અને દાડે,
મુશ્કેલીમાં મારગ દેખાડે;
હાથ ઝાલીને મંદિર પહોંચાડે,
પગલું મૂકું… રસ્તો જડે…
રસ્તે ચડું… મંઝિલ મળે…
ગિરિરાજના દર્શન પાવે છે એ પુણ્ય ઉદય પ્રગટાવે છે…
ઋષભજી બોલાવે છે…
(रचना : प. पू. आ. उदयरत्नसूरिजी म.सा.)
ऋषभजी बोलावे छे, एना सपना आवे छे
जे एना थई जावे छे, एना ए थई जावे छे
ऋषभजी बोलावे छे…
सपनामां एनाथी वातो थाय;
आंख खूले त्यां सौ पहेला देखाय,
होठ ने हैयुं एना गीतो गाय;
एना नाम-स्म२णथी सघळुं थाय,
ए आवशे… कोई पण रीते…
एनी यादमां… रातो वीते…
अध२ाते हरखावे छे ने मधराते मलकावे छे…
ऋषभजी बोलावे छे…
एनो एक भरोसो साचो थाय;
एनी पासे हैयु आ खोलाय
आम जुओ तो दू२ २हे छे कयांय;
आम तो जाणे साव समीप कहेवाय
ए त्यां रहे… हुं अहीं २हुं…
तो पण सुणे… हुं जे कहुं…
पछी एक ईशारे आवे छे ने हळवेथी समजावे छे…
ऋषभजी बोलावे छे…
दादा एना आंगण बेसाडे;
सांज सवारे रात अने दाडे,
मुश्केलीमां मारग देखाडे;
हाथ झालीने मंदिर पहोंचाडे,
पगलुं मूकुं… रस्तो जडे…
रस्ते चडुं… मंझिल मळे…
गिरिराजना दर्शन पावे छे ए पुण्य उदय प्रगटावे छे…
ऋषभजी बोलावे छे…