પ્રભુ વીર તારા ચરણમાં,
હું વંદુ છું… હું વંદુ છું…
હે ત્રણ ભુવન શિરતાજને,
હું વંદુ છું… હું વંદુ છું…
પ્રભુ વીર…
દુનિયાની જૂઠી માયામાં
તારા નામને હું ભૂલી ગયો,
જીવનના રંગ ને રાગમાં
તારી-ભક્તિને હું ભૂલી ગયો,
તારી-ભક્તિને હું ભૂલી ગયો…
દીનદુઃખિયાને તું તારજે,
મારા નાથ તું મને તારજે.
પ્રભુ વીર…
મારી જીવનનૈયા ડૂબી રહી
નથી આશરો કોઈ માહરો,
હું ભાવભરી કરું વંદના
મારી પ્રાર્થના ને સ્વીકારી લો,
મારી પ્રાર્થના ને સ્વીકારી લો…
પ્રભુ-નાવિક થઈને તારજે,
તું તારજે મને તારજે.
પ્રભુ વીર…
प्रभु वीर तारा चरणमां,
हुं वंदु छुं… हुं वंदु छुं…
हे त्रण भुवन शिरताजने,
हुं वंदु छुं… हुं वंदु छुं…
प्रभु वीर…
दुनियानी जूठी मायामां
तारा नामने हुं भूली गयो,
जीवनना रंग ने रागमां
तारी-भक्तिने हुं भूली गयो,
तारी-भक्तिने हुं भूली गयो…
दीनदुःखियाने तुं तारजे,
मारा नाथ तुं मने तारजे.
प्रभु वीर…
मारी जीवननैया डूबी रही
नथी आशरो कोई माहरो,
हुं भावभरी करुं वंदना
मारी प्रार्थना ने स्वीकारी लो,
मारी प्रार्थना ने स्वीकारी लो…
प्रभु-नाविक थईने तारजे,
तुं तारजे मने तारजे.
प्रभु वीर…

