ક્યારે અમારું ભાગ્ય એવું જાગશે અમે આવીશું,
મહાવિદેહ ક્ષેત્રે આવીને નજરે તને નિહાળીશું,
અદ્ભુત તારું રૂપ ને અદ્ભુત તુજ સ્વરૂપ છે,
કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને… (૧)
હું ભારતમાં તું મહાવિદેહે આંતરૂં વચમાં ઘણું,
સંદેશ શે' પહોંચાડવો મુંઝાય મારું મન ઘણું,
તુજકાય પાંચસો ધનુષ્યની હું સાવ લાગું પાંગળો.
કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને… (૨)
છે ધન્ય ત્યાનાં લોકને એ ધન્ય વળી એ ધરતીને,
પગલા પડે જ્યાં તાહરા નિત્ય થાય દર્શન તેહને,
તુજ પાસે આવું ઉડીને પણ પાંખ મુજ પાસે નથી.
કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને… (૩)
ત્રણ ગઢ રચે તુજ દેવતાઓ રત્ન રજત સુવર્ણના,
બે પ્રહર ચાલે દેશના સહુ સાંભળે થઈ તન્મના,
સિંહનાદ જેવી દેશના સુણી કંઈક ભવ્યો ભવ તર્યા
કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને… (૪)
क्यारे अमारुं भाग्य एवुं जागशे अमे आवीशुं,
महाविदेह क्षेत्रे आवीने नजरे तने निहाळीशुं,
अद्भुत तारुं रूप ने अद्भुत तुज स्वरूप छे,
करूं वंदना उठी नित्य प्रातः श्री सीमंधर स्वामीने… (१)
हुं भारतमां तुं महाविदेहे आंतरूं वचमां घणुं,
संदेश शे' पहोंचाडवो मुंझाय मारुं मन घणुं,
तुजकाय पांचसो धनुष्यनी हुं साव लागुं पांगळो.
करूं वंदना उठी नित्य प्रातः श्री सीमंधर स्वामीने… (२)
छे धन्य त्यानां लोकने ए धन्य वळी ए धरतीने,
पगला पडे ज्यां ताहरा नित्य थाय दर्शन तेहने,
तुज पासे आवुं उडीने पण पांख मुज पासे नथी.
करूं वंदना उठी नित्य प्रातः श्री सीमंधर स्वामीने… (३)
त्रण गढ रचे तुज देवताओ रत्न रजत सुवर्णना,
बे प्रहर चाले देशना सहु सांभळे थई तन्मना,
सिंहनाद जेवी देशना सुणी कंईक भव्यो भव तर्या
करूं वंदना उठी नित्य प्रातः श्री सीमंधर स्वामीने… (४)