(રચના : મુનિ પ્રશમરત્નવિજયજી, મ.સા. અને
પુ. મુનિ નમ્રરત્નવિજયજી મ.સા.)
(રાગ : તારી લાડકી મેં)
આંખોમાં તારી ચાહના છે,
મારું જીવન તને કુરબા છે;
તારી છાયામાં મારે રહેવું છે દિન-રાત…
ભલે પુણ્ય મારું ખૂટે, ભલે દુનિયા આખી રુઠે;
તારી નજરોમાં તું રાખજે મને નાથ…
મારા વ્હાલાજી રે, પ્યારા નાથજી રે,
આદિનાથજી રે… તુજ વિના ના જીવાય…
ઓ રે ઓ કરુણાનિધિ તું,
કાંઈક કરુણા લાવ રે…
હે ઓ રે ઓ રે કરુણાનિધિ તું,
કાંઈક કરુણા લાવ રે…
તારી પાસે તું પ્રભુ મને બોલાવ
ફૂલડાને પણ રમાડે…
હે… પેલા ફૂલડાને પણ રમાડે
જો પ્રભુ તારા ખોડલે
તો પછી મારો દોષ મને સમજાવ…
મારા વ્હાલાજીને ખમ્મા ઘણી,
પ્યારા નાથજીને ખમ્મા ઘણી,
આદિનાથજી રે સાહેબજી
હવે તુજ વિના ના જીવાય…
તારી કૃપાના કિરણો મળે જ્યાં,
ખીલે પુણ્યના વૈભવ ત્યાં;
મારી સિદ્ધિઓનો શ્રેય તને છે રાજ
નાનકડી ઝંખના છે, મારા મનની એ કામના છે
હું નમ્ર થઈને રહું સદા તારી સાથ
મારા વ્હાલાજી રે, પ્યારા નાથજી રે,
આદિનાથજી રે… તુજ વિના ના જીવાય…
(रचना : मुनि प्रशमरत्नविजयजी, म.सा. अने
पु. मुनि नम्ररत्नविजयजी म.सा.)
(राग : तारी लाडकी में)
आंखोमां तारी चाहना छे,
मारुं जीवन तने कुरबा छे;
तारी छायामां मारे रहेवुं छे दिन-रात…
भले पुण्य मारुं खूटे, भले दुनिया आखी रुठे;
तारी नजरोमां तुं राखजे मने नाथ…
मारा व्हालाजी रे, प्यारा नाथजी रे,
आदिनाथजी रे… तुज विना ना जीवाय…
ओ रे ओ करुणानिधि तुं,
कांईक करुणा लाव रे…
हे ओ रे ओ रे करुणानिधि तुं,
कांईक करुणा लाव रे…
तारी पासे तुं प्रभु मने बोलाव
फूलडाने पण रमाडे…
हे… पेला फूलडाने पण रमाडे
जो प्रभु तारा खोडले
तो पछी मारो दोष मने समजाव…
मारा व्हालाजीने खम्मा घणी,
प्यारा नाथजीने खम्मा घणी,
आदिनाथजी रे साहेबजी
हवे तुज विना ना जीवाय…
तारी कृपाना किरणो मळे ज्यां,
खीले पुण्यना वैभव त्यां;
मारी सिद्धिओनो श्रेय तने छे राज
नानकडी झंखना छे, मारा मननी ए कामना छे
हुं नम्र थईने रहुं सदा तारी साथ
मारा व्हालाजी रे, प्यारा नाथजी रे,
आदिनाथजी रे… तुज विना ना जीवाय…


