(રચના : મુનિ શ્રી પાર્શ્વસુંદર વિજયજી મ.)
સુંદર સુંદર મુનિવર, વિચરેછે આ ધરતી પર
રહે ઉલ્લાસે, ગુરુકુળ વાસે, જિનશાસનની ધરોહર…
સુંદર સુંદર મુનિવર…
જ્ઞાન ક્રિયા ની પાંખડીની વ્રતનો મોતી ચારો
બ્રહ્મચર્ય નું તેજ લલાટે મનમાં શુદ્ધ વિચારો
નિર્મલ વેષે નિર્મલ અંતર હંસની જેવું ઉજ્જવલ
સુંદર સુંદર મુનિવર…
હૈયું એનું માખણ જેવું સાગર જેવી વાણી
પ્રમાદ ત્યાગી નિત્ય કરે છે સંયમ તપની-લહાણી
દીક્ષા કાજે, જયણા ધારે, ફરતા રોજ ઘરો ઘર
સુંદર સુંદર મુનિવર…
સ્વાધ્યાયને સમતામાં રમતા ગુરુ ચરણે મન ધરતા
પરિસહ સહેતા સદ્દગુણ વરતા ભવજલ રાશિ તરતા
અંતર્મુખ થઇ મમતા ત્યાગે, શુદ્ધિ જેની મનોહર
સુંદર સુંદર મુનિવર…
જિનઆગમના યોગ કરીને તત્વ સુધારસ ચાખે
વર્ધમાન વિદ્યા સાધીને શુદ્ધ પદારથ ભાખે
એવા ગણિવર પન્યાસ કમલ થી મહકે સંગ સરોવર
સુંદર સુંદર મુનિવર…
(रचना : मुनि श्री पार्श्वसुंदर विजयजी म.)
सुंदर सुंदर मुनिवर, विचरेछे आ धरती पर
रहे उल्लासे, गुरुकुळ वासे, जिनशासननी धरोहर…
सुंदर सुंदर मुनिवर…
ज्ञान क्रिया नी पांखडीनी व्रतनो मोती चारो
ब्रह्मचर्य नुं तेज ललाटे मनमां शुद्ध विचारो
निर्मल वेषे निर्मल अंतर हंसनी जेवुं उज्जवल
सुंदर सुंदर मुनिवर…
हैयुं एनुं माखण जेवुं सागर जेवी वाणी
प्रमाद त्यागी नित्य करे छे संयम तपनी-लहाणी
दीक्षा काजे, जयणा धारे, फरता रोज घरो घर
सुंदर सुंदर मुनिवर…
स्वाध्यायने समतामां रमता गुरु चरणे मन धरता
परिसह सहेता सद्दगुण वरता भवजल राशि तरता
अंतर्मुख थइ ममता त्यागे, शुद्धि जेनी मनोहर
सुंदर सुंदर मुनिवर…
जिनआगमना योग करीने तत्व सुधारस चाखे
वर्धमान विद्या साधीने शुद्ध पदारथ भाखे
एवा गणिवर पन्यास कमल थी महके संग सरोवर
सुंदर सुंदर मुनिवर…


