(રચના : પૂ. આ. ઉદયરત્ન સૂરિજી મ. સા.)
નાની મારી પગલી ઉપર વરસાવોને હેલી જી,
તમે અમારુ વૃક્ષ મનોહર અમે તમારી વેલી જી
“ગુરુમૈયા મારી ગુરુમૈયા"… (૨ વાર)
નાની મારી આંખોમાં સપના મોટા ને જાજા જી;
મારા આદીશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજા જી
રમતા રમતા ઘણુ ભણીશુ – ભણતા ભણતા ખેલી જી (૧)
તમે અમારુ… “ગુરુમૈયા મારી ગુરુમૈયા"… (૨ વાર)
નાની નાની શ્રમણી હૂં તો, મારી કોમલ કાયા જી,
બડ઼ે ગુરુજીનો પડછાયો મારી છતર – છાયા જી
સંસારીનૂ જીવતર અઘરૂ, દીક્ષા સહેલી સહેલી જી (૨)
તમે અમારુ… “ગુરુમૈયા મારી ગુરુમૈયા"… (૨ વાર)
ગુરુમૈયાની આંગલી જાલી આખી દુનિયા ફરશુ જી,
નાની છુ પણ રાજકુમારી મોટો દરિયો તરશુ જી
ઉદય કહે : ભગવાનની દીકરી લાગે છે અલબેલી જી (૩)
તમે અમારુ… “ગુરુમૈયા મારી ગુરુમૈયા"… (૨ વાર)
(रचना : पू. आ. उदयरत्न सूरिजी म. सा.)
नानी मारी पगली उपर वरसावोने हेली जी,
तमे अमारु वृक्ष मनोहर अमे तमारी वेली जी
“गुरुमैया मारी गुरुमैया"… (२ वार)
नानी मारी आंखोमां सपना मोटा ने जाजा जी;
मारा आदीश्वर दादाए खोल्या छे दरवाजा जी
रमता रमता घणु भणीशु – भणता भणता खेली जी (१)
तमे अमारु… “गुरुमैया मारी गुरुमैया"… (२ वार)
नानी नानी श्रमणी हूं तो, मारी कोमल काया जी,
बड़े गुरुजीनो पडछायो मारी छतर – छाया जी
संसारीनू जीवतर अघरू, दीक्षा सहेली सहेली जी (२)
तमे अमारु… “गुरुमैया मारी गुरुमैया"… (२ वार)
गुरुमैयानी आंगली जाली आखी दुनिया फरशु जी,
नानी छु पण राजकुमारी मोटो दरियो तरशु जी
उदय कहे : भगवाननी दीकरी लागे छे अलबेली जी (३)
तमे अमारु… “गुरुमैया मारी गुरुमैया"… (२ वार)
