ગિરિવર દર્શન વીરલા પાવે,
પૂરવ સંચિત કર્મ ખપાવે; ગિરિવર,
ઋષભ જિનેશ્વર પુજા રચાવે,
નવ નવ નામે ગિરિગુણ ગાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૧)
સહસકમળ ને મુક્તિનિલયગિરિ,
સિદ્ધાચળ શતકુટ કહાવે; ગિરિવર,
ઢંક કદંબ ને કોડિનિવાસો,
લોહિત તાલધ્વજ સુર ગાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૨)
ઢંકાદિક પંચ ટુંક સજીવન,
સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિવર,
રયણખાણ જડીબુટી ગુફાઓ,
રસકુંપિકા ગુરુ ઇહાં બતાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૩)
પણ પુણ્યવંતા પ્રાણી પાવે,
પુણ્યકારણ પ્રભુપૂજા રચાવે; ગિરિવર,
દશ કોડિ શ્રાવકને જમાવે,
જૈન તીર્થયાત્રા કરી આવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૪)
તેથી એક મુનિ દાન દિયંતા,
લાભ ઘણો સિદ્ધાચળ થાવે; ગિરિવર,
ચંદ્રશેખર નિજ ભગિની ભોગી,
તે પણ એ ગિરિ મોક્ષે જાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (પ)
ચાર હત્યારા નર પરદારા,
દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાવે; ગિરિવર,
ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા,
તપ જપ ધ્યાનથી પાપ જલાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૬)
ઋષભસેન જિન આદિ અસંખા,
તીર્થકર મુક્તિ સુખ પાવે; ગિરિવર
શિવવધૂ વરવા મંડપ એ ગિરિ,
શ્રી શુભવીર વચન રસ ગાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે… (૭)
गिरिवर दर्शन वीरला पावे,
पूरव संचित कर्म खपावे; गिरिवर,
ऋषभ जिनेश्वर पुजा रचावे,
नव नव नामे गिरिगुण गावे.
गिरिवर दर्शन विरला पावे… (१)
सहसकमळ ने मुक्तिनिलयगिरि,
सिद्धाचळ शतकुट कहावे; गिरिवर,
ढंक कदंब ने कोडिनिवासो,
लोहित तालध्वज सुर गावे.
गिरिवर दर्शन विरला पावे… (२)
ढंकादिक पंच टुंक सजीवन,
सुर नर मुनि मळी नाम थपावे; गिरिवर,
रयणखाण जडीबुटी गुफाओ,
रसकुंपिका गुरु इहां बतावे.
गिरिवर दर्शन विरला पावे… (३)
पण पुण्यवंता प्राणी पावे,
पुण्यकारण प्रभुपूजा रचावे; गिरिवर,
दश कोडि श्रावकने जमावे,
जैन तीर्थयात्रा करी आवे.
गिरिवर दर्शन विरला पावे… (४)
तेथी एक मुनि दान दियंता,
लाभ घणो सिद्धाचळ थावे; गिरिवर,
चंद्रशेखर निज भगिनी भोगी,
ते पण ए गिरि मोक्षे जावे.
गिरिवर दर्शन विरला पावे… (प)
चार हत्यारा नर परदारा,
देव गुरु द्रव्य चोरी खावे; गिरिवर,
चैत्री कार्तिकी पूनम यात्रा,
तप जप ध्यानथी पाप जलावे.
गिरिवर दर्शन विरला पावे… (६)
ऋषभसेन जिन आदि असंखा,
तीर्थकर मुक्ति सुख पावे; गिरिवर
शिववधू वरवा मंडप ए गिरि,
श्री शुभवीर वचन रस गावे.
गिरिवर दर्शन विरला पावे… (७)