“શેત્રુંજય સમરું સદા સોરઠ દેશ મોજાર
મનુષ્ય જન્મ પામી કરું વંદન વારંવાર"
હેલો મારો સાંભળો શેત્રુંજયના રાજા
નાભિરાજાના બેટડા ને મરુદેવીના નંદ
મારો હેલો સાંભળો… હો..
હુકમ કરો તો દાદા તારી જાત્રાએ આવું
ભવોભવના કર્મ ખપાવી મોક્ષે ચાલ્યા જાવું
મારો હેલો સાંભળો… હો..
ઊંચા ઊંચા ડુંગરાને વસમી છે વાટ
હું કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ
મારો હેલો સાંભળો… હો..
નર અને નારી તારી જાત્રાએ આવે
ચરણ-કરણ તારા સેવીને ભવસાગર તરી જાવે
મારો હેલો સાંભળો… હો..
આદેશ્વર દાદાની અદ્ભૂત લીલા ન્યારી
આ સેવકનો હાથ પકડી લઈ લ્યો તમે ઉગારી
મારો હેલો સાંભળો… હો..
હે મારવાડી વાણિયો જાત્રાએ આવે
ધન બધું ભેગું કરેલું સાથે તે લઈ આવે
મારો હેલો સાંભળો… હો..
“शेत्रुंजय समरुं सदा सोरठ देश मोजार
मनुष्य जन्म पामी करुं वंदन वारंवार"
हेलो मारो सांभळो शेत्रुंजयना राजा
नाभिराजाना बेटडा ने मरुदेवीना नंद
मारो हेलो सांभळो… हो..
हुकम करो तो दादा तारी जात्राए आवुं
भवोभवना कर्म खपावी मोक्षे चाल्या जावुं
मारो हेलो सांभळो… हो..
ऊंचा ऊंचा डुंगराने वसमी छे वाट
हुं केम करीने आवुं दादा पकडो मारो हाथ
मारो हेलो सांभळो… हो..
नर अने नारी तारी जात्राए आवे
चरण-करण तारा सेवीने भवसागर तरी जावे
मारो हेलो सांभळो… हो..
आदेश्वर दादानी अद्भूत लीला न्यारी
आ सेवकनो हाथ पकडी लई ल्यो तमे उगारी
मारो हेलो सांभळो… हो..
हे मारवाडी वाणियो जात्राए आवे
धन बधुं भेगुं करेलुं साथे ते लई आवे
मारो हेलो सांभळो… हो..




