લગની લાગી રે અમને
પ્રભુ/ઋષભ/પાર્શ્વ તારા નામની… હોજી રે…
હો અભિલાષા કેવલ એક જ મોક્ષપુરી ધામ ની
લગની લાગી રે અમને… હોજી રે…
હંસલો ઊડીને આવ્યો સાથે એ તો કાંઈ ન લાવ્યો
મોહમાયામાં ભરમાયો, અંધારે એ અથડાયો
હો… હંસલાને માયા લાગી, કીર્તિને નામની
લગની લાગી…
જુઠી છે આ જગની માયા, જુઠી છે આ સુંદર કાયા
રંગ રાગમાં રંગાયા, બે ઘડી તારા ગુણલા ગાયા
હો… જીત મેળવવી મારે, જીવન સંગ્રામની રે
લગની લાગી છે…
પાપીને પાવન કરનારુ, દુઃખીયા ના દુઃખ હરનારું
દૂર કરો સુખના સ્વામી, આતમમાંથી અંધારુ
હો… હાથમાં લીધી છે માળા, દાદા તારા નામની
લગની લાગી છે…
लगनी लागी रे अमने
प्रभु/ऋषभ/पार्श्व तारा नामनी… होजी रे…
हो अभिलाषा केवल एक ज मोक्षपुरी धाम नी
लगनी लागी रे अमने… होजी रे…
हंसलो ऊडीने आव्यो साथे ए तो कांई न लाव्यो
मोहमायामां भरमायो, अंधारे ए अथडायो
हो… हंसलाने माया लागी, कीर्तिने नामनी
लगनी लागी…
जुठी छे आ जगनी माया, जुठी छे आ सुंदर काया
रंग रागमां रंगाया, बे घडी तारा गुणला गाया
हो… जीत मेळववी मारे, जीवन संग्रामनी रे
लगनी लागी छे…
पापीने पावन करनारु, दुःखीया ना दुःख हरनारुं
दूर करो सुखना स्वामी, आतममांथी अंधारु
हो… हाथमां लीधी छे माळा, दादा तारा नामनी
लगनी लागी छे…




