લાગો છો કેવા પ્યારા પ્યારા પારસનાથ
લાગો છો પ્યારા…
લાગો છો પ્યારા તમે વામાના જાયા
વામાના લાલા મને લાગી છે માયા
મનોહર મૂર્તિવાળા પારસનાથ
લાગો છો પ્યારા…
તારા રે દ્વારે દાદા ભક્તો રે આવે
ભક્તો રે આવે તારા ગુણલા રે ગાવે
દર્શન દેજો દયાળા પારસનાથ
લાગો છો પ્યારા…
નામ તમારું દાદા હૃદયે રમે છે
ભક્તિ વિના અમને કાંઈના ગમે રે
અંતરમાં કરો અજવાળા પારસનાથ
લાગો છો પ્યારા…
મુખડું તમારું વાલા અતી મનોહારી
મુખડા ઉપર હું તો જાઉં વારી વારી
સેવકના થાજો રખવાળા પારસનાથ
લાગો છો પ્યારા…
लागो छो केवा प्यारा प्यारा पारसनाथ
लागो छो प्यारा…
लागो छो प्यारा तमे वामाना जाया
वामाना लाला मने लागी छे माया
मनोहर मूर्तिवाळा पारसनाथ
लागो छो प्यारा…
तारा रे द्वारे दादा भक्तो रे आवे
भक्तो रे आवे तारा गुणला रे गावे
दर्शन देजो दयाळा पारसनाथ
लागो छो प्यारा…
नाम तमारुं दादा हृदये रमे छे
भक्ति विना अमने कांईना गमे रे
अंतरमां करो अजवाळा पारसनाथ
लागो छो प्यारा…
मुखडुं तमारुं वाला अती मनोहारी
मुखडा उपर हुं तो जाउं वारी वारी
सेवकना थाजो रखवाळा पारसनाथ
लागो छो प्यारा…




