મંદિર પધારો સ્વામી સલુણા
તમારા વિના નાથ ક્યાંયે ગમે ના
હૈયે પધારો સ્વામી સલુણા
તમારા વિના નાથ ક્યાંયે ગમે ના
મંદિર પધારો…
અંતરની વાતો આંસુ કહે છે
પ્રભુ મુખ જોવાને દ્રષ્ટિ ચહે છે
હવે નાથ ઝાઝું તલસાવશો ના
મંદિર પધારો…
સ્મરણ જન્મ જૂના સ્મૃતિમાંહે આવે
નયન શોધતાં તમને.. પ્રભુ આર્ત્ત ભાવે
કે મુખ પરથી દ્રષ્ટિ હટાવી હટે ના
મંદિર પધારો…
તમે જઈ વસ્યા સ્વામી.. સ્વરૂપ મહેલમાં
રઝળતો રહ્યો છું સંસાર વનમાં
હવે નાથ અંતરથી અગળા થશો ના
મંદિર પધારો…
પ્રભુ અમને તારો.. ઉગારો બચાવો
મૂકી મસ્તકે હાથ.. પાર ઉતારો
કૃપાવંત ને ઝાઝું કહેવું ઘટે ના
મંદિર પધારો…
અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ
અમી આતમના છલકાવી જાઓ
ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના
મંદિર પધારો…
હરખાતી પળપળ પ્રભુ તમને જોઈ
હવે દિન વિરહના વીતે રોઈ રોઈ
વિયોગનું દુઃખ આવું હશે ના
મંદિર પધારો…
मंदिर पधारो स्वामी सलुणा
तमारा विना नाथ क्यांये गमे ना
हैये पधारो स्वामी सलुणा
तमारा विना नाथ क्यांये गमे ना
मंदिर पधारो…
अंतरनी वातो आंसु कहे छे
प्रभु मुख जोवाने द्रष्टि चहे छे
हवे नाथ झाझुं तलसावशो ना
मंदिर पधारो…
स्मरण जन्म जूना स्मृतिमांहे आवे
नयन शोधतां तमने.. प्रभु आर्त्त भावे
के मुख परथी द्रष्टि हटावी हटे ना
मंदिर पधारो…
तमे जई वस्या स्वामी.. स्वरूप महेलमां
रझळतो रह्यो छुं संसार वनमां
हवे नाथ अंतरथी अगळा थशो ना
मंदिर पधारो…
प्रभु अमने तारो.. उगारो बचावो
मूकी मस्तके हाथ.. पार उतारो
कृपावंत ने झाझुं कहेवुं घटे ना
मंदिर पधारो…
अंतरनी ज्योति प्रगटावी जाओ
अमी आतमना छलकावी जाओ
क्षमावंतने झाझुं कहेवुं घटे ना
मंदिर पधारो…
हरखाती पळपळ प्रभु तमने जोई
हवे दिन विरहना वीते रोई रोई
वियोगनुं दुःख आवुं हशे ना
मंदिर पधारो…



