(રચના: શ્રમણી ભગવંત (રાજ-પ્રિયા))
પરમાત્માથી રંગાશે મારો આત્મા,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
થાશે પ્રભુનું મિલન વાતવાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
આતમને પરમાતમનો જે સંગ જડ્યો છે રાજ..
હરખ હરખ મન, હરખ હરખમાં, ઝૂમી રહ્યૂં છે આજ..
મારૂં હૃદય પ્રભુ, તારું મંદિર છે,
તૂં હૃદય વસે એ, મારી તકદીર છે,
કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
તારા અંજનની, કેવી શુભપળ હશે,
તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે,
“રાજ પ્રિય" બની જાશે તું એક જ રાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
(रचना: श्रमणी भगवंत (राज-प्रिया))
परमात्माथी रंगाशे मारो आत्मा,
परमात्मा बनी जाशे मारो आत्मा…
थाशे प्रभुनुं मिलन वातवातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…
आतमने परमातमनो जे संग जड्यो छे राज..
हरख हरख मन, हरख हरखमां, झूमी रह्यूं छे आज..
मारूं हृदय प्रभु, तारुं मंदिर छे,
तूं हृदय वसे ए, मारी तकदीर छे,
केवा शुभ परिणामो जागे आ मुलाकातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…
तारा अंजननी, केवी शुभपळ हशे,
तारा प्राण थकी मूर्ति जीवंत थशे,
“राज प्रिय" बनी जाशे तुं एक ज रातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…