પરમાતમા, પરમાતમા…
પરમાતમા… તુજમાં મોહાયું મન… (૨)
તુજ સ્મિત પરમની પ્રીત અનોખી જગાવે,
લલચાવે તુજ ગુણ રસને માંણવા…
આતમ ને પરમાતમ નો રંગ લગાવે,
લલચાવે હર પલ તુજમા લય…લીન થવા..
તુઝ પ્રીતમા, તુઝ સ્મિતમાં,
પરમાત્મા… તુજમાં મોહાયું મન…
નહીં અસ્ત-વ્યસ્ત હવે મસ્ત છું,
તુજ ચરણોમાં આશ્વસ્ત છું,
વાલમા, પરમાત્મા…
તુજ વિણ હરક્ષણ હું ત્રસ્ત છું,
ભલે હોય ઉદય તો ય અસ્ત છું,
વાલમા, પરમાત્મા…
પ્રભુ ગુણ અનુભવની, મસ્તી પ્યારી લાગે,
હવે સમતા રસમા, ડુબકી વ્હાલી લાગે…
પ્રભુ સંગ મળે તે, ખુશી ન્યારી લાગે…
મન રંગાયું છે આજ પરમ વૈરાગે,
ચલ, સંયમસ્પર્શે આતમ ભીંજવા…
પ્રભુ પ્રીતમા ઘેલો દુનિયા-દારી ત્યાગે,
ભગવદ્દભક્તિથી અંતરમનને રંગવા
રહેવું હવે, તુજ સંગમા,
પરમાતમા… તુજમાં મોહાયું મન…
નહીં અસ્ત-વ્યસ્ત હવે મસ્ત છું,
તુજ ચરણોમાં આશ્વસ્ત છું,
વાલમા, પરમાતમા…
તુજ વિણ હરક્ષણ હું ત્રસ્ત છું,
ભલે હોય ઉદય તો ય અસ્ત છું,
વાલમા, પરમાતમા…
परमातमा, परमातमा…
परमातमा… तुजमां मोहायुं मन… (२)
तुज स्मित परमनी प्रीत अनोखी जगावे,
ललचावे तुज गुण रसने मांणवा…
आतम ने परमातम नो रंग लगावे,
ललचावे हर पल तुजमा लय…लीन थवा..
तुझ प्रीतमा, तुझ स्मितमां,
परमात्मा… तुजमां मोहायुं मन…
नहीं अस्त-व्यस्त हवे मस्त छुं,
तुज चरणोमां आश्वस्त छुं,
वालमा, परमात्मा…
तुज विण हरक्षण हुं त्रस्त छुं,
भले होय उदय तो य अस्त छुं,
वालमा, परमात्मा…
प्रभु गुण अनुभवनी, मस्ती प्यारी लागे,
हवे समता रसमा, डुबकी व्हाली लागे…
प्रभु संग मळे ते, खुशी न्यारी लागे…
मन रंगायुं छे आज परम वैरागे,
चल, संयमस्पर्शे आतम भींजवा…
प्रभु प्रीतमा घेलो दुनिया-दारी त्यागे,
भगवद्दभक्तिथी अंतरमनने रंगवा
रहेवुं हवे, तुज संगमा,
परमातमा… तुजमां मोहायुं मन…
नहीं अस्त-व्यस्त हवे मस्त छुं,
तुझ चरणोमां आश्वस्त छुं,
वालमा, परमातमा…
तुझ विण हरक्षण हुं त्रस्त छुं,
भले होय उदय तो य अस्त छुं,
वालमा, परमातमा…