દાસ ને પ્રભુ એ હવે ઉત્તર ખરો દીધો
ભક્તને ભગવાન બનવા માર્ગ આ કીધો
મેં સહન જેવું કર્યું, તેમ તું-પણ સહન કરે
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
સાધના કરવી નથી, બસ વાત કરવી છે
સાધનો માં જિંદગી, બરબાદ કરવી છે
ધર્મ જે હોઠે વસ્યો, તે હૈયે લાવી દે
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
પ્રીત આ સંસારની, જો-તું નહીં તોડે,
ક્રૂર આ કર્મો પછી, ક્યાંથી તને છોડે,
રક્તની હર બુંદમાં, મુજને વસાવી લે
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
ભોગ સુખમાં લીન તું, મુજને સ્મરે ક્યારે?
માર પડતા કર્મની, મુજને તું સંભારે
સુખભર્યા સંસારથી પણ જો તું કંટાલે
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
જડ જગત ખાતર તું-જો જીવોને તરછોડે
સ્થાન મારું પામવા તો વ્યર્થ તું દોડે
દુઃખી જીવોને જોઈને અંતરથી જો-તું રડે
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
સ્વપ્નમાં પણ પાપથી જો-તું નહિ ધ્રૂજે
ધર્મની વાતો પછી ક્યાં થી તને સુજે
ના મને માને ભલે, પણ મારું જો માને
આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
दास ने प्रभु ए हवे उत्तर खरो दीधो
भक्तने भगवान बनवा मार्ग आ कीधो
में सहन जेवुं कर्युं, तेम तुं-पण सहन करे
आज ने आजे भले, तुं स्थान मारूं ले
साधना करवी नथी, बस वात करवी छे
साधनो मां जिंदगी, बरबाद करवी छे
धर्म जे होठे वस्यो, ते हैये लावी दे
आज ने आजे भले, तुं स्थान मारूं ले
प्रीत आ संसारनी, जो-तुं नहीं तोडे,
क्रूर आ कर्मो पछी, क्यांथी तने छोडे,
रक्तनी हर बुंदमां, मुजने वसावी ले
आज ने आजे भले, तुं स्थान मारूं ले
भोग सुखमां लीन तुं, मुजने स्मरे क्यारे?
मार पडता कर्मनी, मुजने तुं संभारे
सुखभर्या संसारथी पण जो तुं कंटाले
आज ने आजे भले, तुं स्थान मारूं ले
जड जगत खातर तुं-जो जीवोने तरछोडे
स्थान मारुं पामवा तो व्यर्थ तुं दोडे
दुःखी जीवोने जोईने अंतरथी जो-तुं रडे
आज ने आजे भले, तुं स्थान मारूं ले
स्वप्नमां पण पापथी जो-तुं नहि ध्रूजे
धर्मनी वातो पछी क्यां थी तने सुजे
ना मने माने भले, पण मारुं जो माने
आज ने आजे भले, तुं स्थान मारूं ले