અજબ બની રે મેરી અજબ બની,
પ્રભુ સાથે પ્રીતિ અજબ બની,
અજબ બની પ્રભુ સાથે પ્રીતિ,
તો મુજ ને દુર્ગતિની શી ભીતિ
દેખી પ્રભુની મોટી રીતિ,
પામી પૂર્ણ રીતિ પ્રતીતિ… (૧)
જે દુનિયામાં દુર્લભ નેહ,
તેં મેં પામી પ્રભુની રે ભેટ
આળસુને ઘેર આવી ગંગ,
પામીયો પંથી સખર તુરંગ… (૨)
તિરસે પાયો માનસતીર,
વાદ કરંતા વાધી ભીર
ચિત્ત ચોર્યો સાજનનો સંગ,
અણચિંત્યો મલ્યો ચડતે રે રંગ… (૩)
જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર,
તિમ તિમ પાઉં આણંદપૂર
સુણતાં જનમુખ પ્રભુની વાત,
હરખે મારી સાતે રે ધાત… (૪)
પદ્મપ્રભ જિનના ગુણગાન,
ગાતા લહીએ શિવપદવી અસમાન
વિમલ વિજય વાચકનો શીશ,
રામે પાયો પરમ જગદીશ… (૫)
अजब बनी रे मेरी अजब बनी,
प्रभु साथे प्रीति अजब बनी,
अजब बनी प्रभु साथे प्रीति,
तो मुज ने दुर्गतिनी शी भीति
देखी प्रभुनी मोटी रीति,
पामी पूर्ण रीति प्रतीति… (१)
जे दुनियामां दुर्लभ नेह,
तें में पामी प्रभुनी रे भेट
आळसुने घेर आवी गंग,
पामीयो पंथी सखर तुरंग… (२)
तिरसे पायो मानसतीर,
वाद करंता वाधी भीर
चित्त चोर्यो साजननो संग,
अणचिंत्यो मल्यो चडते रे रंग… (३)
जिम जिम निरखुं प्रभु मुख नूर,
तिम तिम पाउं आणंदपूर
सुणतां जनमुख प्रभुनी वात,
हरखे मारी साते रे धात… (४)
पद्मप्रभ जिनना गुणगान,
गाता लहीए शिवपदवी असमान
विमल विजय वाचकनो शीश,
रामे पायो परम जगदीश… (५)