(રચના : પ. પૂ. ગણીવર્ય શ્રી હીરપદ્મસાગરજી મ. સા.)
પુષ્પોની સુવાસ જાણે ઝાંખી લાગે છે,
પુષ્પોની સુવાસ જાણે ઝાંખી લાગે છે,
તમારી હાજરી હજુએ બાકી લાગે છે… (૨)
ગોતે મારી આંખડી તમારી સૂરતને,
ક્યારે પૂરશો સ્વામી તમે આ જરૂરતને (૨)
નયનોમાં શું પ્યાસ અમારી આછી લાગે છે,
તમારી હાજરી…
મારું સઘલું તુજને સોપું લેશો કે નહીં,
એ સંશયમાં રાત દિવસ મને આવે ઉંઘ નહીં (૨)
અંતરની આંબા કેરી શું કાચી લાગે છે,
તમારી હાજરી…
જીવન જ્યોતિમાં પ્રભુજી આપ તારું ઘી,
જેનાથી બલસે મારો આતમનો આ દીપ (૨)
જ્યોતિની જગમગતા હીરની થાકી લાગે છે,
તમારી હાજરી…
(रचना : प. पू. गणीवर्य श्री हीरपद्मसागरजी म. सा.)
पुष्पोनी सुवास जाणे झांखी लागे छे,
पुष्पोनी सुवास जाणे झांखी लागे छे,
तमारी हाजरी हजुए बाकी लागे छे… (२)
गोते मारी आंखडी तमारी सूरतने,
क्यारे पूरशो स्वामी तमे आ जरूरतने (२)
नयनोमां शुं प्यास अमारी आछी लागे छे,
तमारी हाजरी…
मारुं सघलुं तुजने सोपुं लेशो के नहीं,
ए संशयमां रात दिवस मने आवे उंघ नहीं (२)
अंतरनी आंबा केरी शुं काची लागे छे,
तमारी हाजरी…
जीवन ज्योतिमां प्रभुजी आप तारुं घी,
जेनाथी बलसे मारो आतमनो आ दीप (२)
ज्योतिनी जगमगता हीरनी थाकी लागे छे,
तमारी हाजरी…



