(રચના : દેવર્ધિ સાહેબ)
એકડે એકથી શરૂ કરાવે
એ મારા ભગવાન છે,
એકસો-આઠ સુધી લઈ આવે
એ મારા ભગવાન્ છે….
અનહદ નાદ ગજવતી-ઓગણીસ
વરસોની આ યાત્રામાં,
સાથે રહીને સૂર પુરાવે
એ મારા ભગવાન છે…
માટીમાંથી ખુશબૂ જગાવે
એ મારા ભગવાન છે,
બીજમાંથી અંકુર પ્રગટાવે
એ મારા ભગવાન છે
સિદ્ધશિલામાં વસી રહ્યા છે
ત્યાંથી પણ સૌ આત્માને,
અભયદશાનો બોધ અપાવે
એ મારા ભગવાન છે…
કાદવમાંથી કમળ બનાવે
એ મારા ભગવાન છે,
કાંટા વચ્ચે ફૂલ ખીલાવે
એ મારા ભગવાન છે
સિદ્ધશિલાનાં આંગણથી પણ
અગણિત અગણિત આત્માના
સુવર્ણને જે શુદ્ધ તપાવે
એ મારા ભગવાન છે…
એકડે એકથી…
નદીઓ બે કાંઠે છલકાવે
એ મારા ભગવાન છે,
દરિયાને ભરપૂર ગજાવે
એ મારા ભગવાન છે,
સિદ્ધશિલાના મહામહેલથી
અગમનિગમની વાણીમાં,
સંદેશાઓ બહુ મોકલાવે
એ મારા ભગવાન છે…
સવાર-સાંજે નભ રંગાવે
એ મારા ભગવાન છે,
દીવામાં બહુ તેજ પુરાવે
એ મારા ભગવાન છે,
નંદપ્રભાના એક એક મંગલ
અવસરમાં નિજ હાથે,
દેવર્ધિની જ્યોત જલાવે
એ મારા ભગવાન છે…
(रचना : देवर्धि साहेब)
एकडे एकथी शरू करावे
ए मारा भगवान छे,
एकसो-आठ सुधी लई आवे
ए मारा भगवान् छे….
अनहद नाद गजवती-ओगणीस
वरसोनी आ यात्रामां,
साथे रहीने सूर पुरावे
ए मारा भगवान छे…
माटीमांथी खुशबू जगावे
ए मारा भगवान छे,
बीजमांथी अंकुर प्रगटावे
ए मारा भगवान छे
सिद्धशिलामां वसी रह्या छे
त्यांथी पण सौ आत्माने,
अभयदशानो बोध अपावे
ए मारा भगवान छे…
कादवमांथी कमळ बनावे
ए मारा भगवान छे,
कांटा वच्चे फूल खीलावे
ए मारा भगवान छे
सिद्धशिलानां आंगणथी पण
अगणित अगणित आत्माना
सुवर्णने जे शुद्ध तपावे
ए मारा भगवान छे…
एकडे एकथी…
नदीओ बे कांठे छलकावे
ए मारा भगवान छे,
दरियाने भरपूर गजावे
ए मारा भगवान छे,
सिद्धशिलाना महामहेलथी
अगमनिगमनी वाणीमां,
संदेशाओ बहु मोकलावे
ए मारा भगवान छे…
सवार-सांजे नभ रंगावे
ए मारा भगवान छे,
दीवामां बहु तेज पुरावे
ए मारा भगवान छे,
नंदप्रभाना एक एक मंगल
अवसरमां निज हाथे,
देवर्धिनी ज्योत जलावे
ए मारा भगवान छे…