(રાગ : ઉડ઼જા કાલે કાવા)
ગઢ ગિરનારે શોભી રહ્યા છે વ્હાલા નેમકુમાર,
નવ ભવ કેરી પ્રીત નિભાવે, રાજુલનાં ભરથાર,
જીવદયા હૈયામાં લાવી, છોડી દીધો સંસાર,
એ પ્રભુજીનાં પગલે ચાલી, બનવું છે અણગાર,
સંયમ મનગમતું… હૈયું થનગનતું…
વરસોના શમણાઓ મારા કરવાને સાકાર,
ગુરુવરના સંગાથે કરશું પાપોનો પરિહાર,
માત-પિતાના આશિષ લઈને, કરશું રાગનો ત્યાગ,
જન્મોજનમનાં કર્મો ખપાવી, બનશું રે વીતરાગ,
સંયમ મનગમતું… હૈયું થનગનતું…
તીર્થંકર પણ છોડી દેતા, સુખની રેલમછેલ,
ચક્રવર્તી ષટખંડ ત્યજીને, પામ્યા સંયમવેલ,
રાજાઓ પણ રાજમહેલનો છોડી થયા અણગાર,
સંયમ કેરી નાવડીથી, તરવાને સંસાર,
સંયમ મનગમતું… હૈયું થનગનતું…
(राग : उड़जा काले कावा)
गढ गिरनारे शोभी रह्या छे व्हाला नेमकुमार,
नव भव केरी प्रीत निभावे, राजुलनां भरथार,
जीवदया हैयामां लावी, छोडी दीधो संसार,
ए प्रभुजीनां पगले चाली, बनवुं छे अणगार,
संयम मनगमतुं… हैयुं थनगनतुं…
वरसोना शमणाओ मारा करवाने साकार,
गुरुवरना संगाथे करशुं पापोनो परिहार,
मात-पिताना आशिष लईने, करशुं रागनो त्याग,
जन्मोजनमनां कर्मो खपावी, बनशुं रे वीतराग,
संयम मनगमतुं… हैयुं थनगनतुं…
तीर्थंकर पण छोडी देता, सुखनी रेलमछेल,
चक्रवर्ती षटखंड त्यजीने, पाम्या संयमवेल,
राजाओ पण राजमहेलनो छोडी थया अणगार,
संयम केरी नावडीथी, तरवाने संसार,
संयम मनगमतुं… हैयुं थनगनतुं…