(રચના : પ. પૂ. શ્રી શુભવીર વિજયજી મહારાજ)
શોભા શી કહું રે શેત્રુંજા તણી,
જીહાં બીરાજે પ્રથમ તીર્થકર દેવ જો;
રૂડી રે રાયણ તળે ઋષભ સમોસર્યા,
ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવજો…
શોભા… (૧)
નિરખો રે નાભિરાયા કેરા પુત્રને,
માતા મરૂદેવી કેરો નંદ જો;
રૂડી રે વિનીતા નગરીનો ધણી,
મુખડું તે સોહિયે શરદ પૂનમનો ચાંદ જો…
શોભા… (૨)
નિત્ય ઉઠિને નારી કંથને વિનવે,
પિયુડા મુજને પાલીતાણા દેખાડજો;
એ ગિરિએ પૂર્વ નવ્વાણું સમોસર્યા,
માટે મુજને આદીશ્વર ભેટાડજો…
શોભા… (3)
મારે મન જાવાની ઘણી હોંશ છે,
ક્યારે જાવું ને ક્યારે કરૂં દર્શન જો;
તે માટે મન મારૂં તલસે ઘણું,
નયણે નિહાળું તો ઠરે મારા લોચન જો…
શોભા… (૪)
એવી તે અરજ અબળાની સાંભળો,
હુકમ કરો તો દાદા આવું તમારી પાસ જો;
મહેર કરીને દાદા દરિશન દિજીએ,
શ્રી શુભવીરની પહોંચે મનની આશ જો…
શોભા… (૫)
(रचना : प. पू. श्री शुभवीर विजयजी महाराज)
शोभा शी कहुं रे शेत्रुंजा तणी,
जीहां बीराजे प्रथम तीर्थकर देव जो;
रूडी रे रायण तळे ऋषभ समोसर्या,
चोसठ सुरपति सारे प्रभुनी सेवजो…
शोभा… (१)
निरखो रे नाभिराया केरा पुत्रने,
माता मरूदेवी केरो नंद जो;
रूडी रे विनीता नगरीनो धणी,
मुखडुं ते सोहिये शरद पूनमनो चांद जो…
शोभा… (२)
नित्य उठिने नारी कंथने विनवे,
पियुडा मुजने पालीताणा देखाडजो;
ए गिरिए पूर्व नव्वाणुं समोसर्या,
माटे मुजने आदीश्वर भेटाडजो…
शोभा… (3)
मारे मन जावानी घणी होंश छे,
क्यारे जावुं ने क्यारे करूं दर्शन जो;
ते माटे मन मारूं तलसे घणुं,
नयणे निहाळुं तो ठरे मारा लोचन जो…
शोभा… (४)
एवी ते अरज अबळानी सांभळो,
हुकम करो तो दादा आवुं तमारी पास जो;
महेर करीने दादा दरिशन दिजीए,
श्री शुभवीरनी पहोंचे मननी आश जो…
शोभा… (५)