Print SHARE મહાવિદેહ ક્ષેત્ર ની વિશેષતા મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ૨૦ તીર્થકરો વિચરે છે. કયારેય આ ક્ષેત્ર તીર્થંકર વગરના હોતા નથી. આ બધા તીર્થંકરનો જન્મ એક સાથે ૧૭ માં તીર્થંકર શ્રી કુંથુનાથભગવાનના નિર્વાંણ પછી થયો હતો. ૨૦ માં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી મહાવિદેહના બધા જ તીર્થંકરોએ એક સાથે દીક્ષા લીધી. ૨૦ તીર્થંકરો ૧ હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. બધાને સાથે જ કેવળજ્ઞાન થાય છે. ભરતક્ષેત્રની નવી ચોવીસાના સાતમા તીર્થંકર શ્રી ઉદયપ્રભસ્વામીના નિર્વાણ પછી આ વીસ વિહરમાન તીર્થંકરો મોક્ષને પામશે. ત્યાં એવો અટલ નિયમ છે કે બધા જ વીસ તીર્થંકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ સાથે જ થાય છે. એવો પણ નિયમ છે કે વર્તમાન વીસ તીર્થંકરો દીક્ષા લે છે ત્યારે નવા વીસ જન્મ છે તે પ્રમાણે જ વર્તમાનને કેવળજ્ઞાન થાય તો નવા દીક્ષા લે, વર્તમાન મોક્ષ પામે તો નવા કેવળી બને અને નવા કેવળી બને તો નવા ૨૦ તીર્થંકરોના જન્મ થાય. આમ, કયારેય આ પૂણ્યવંતી ભૂમિ પર તીર્થંકર ભગવંતની ખોટ નથી પડતી. પ્રત્યેક તીર્થંકરના ૮૪-૮૪ ગણધર હોય છે ૧૦-૧૦ લાખ કેવળી, ૧-૧ અબજ સાધુ-સાધ્વી હોય છે. વીસે તીર્થંકરોના સંઘમાં કુલ ૨ કરોડ કેવળી, ૨ હજાર કરોડ સાધુ અને ૨ હજાર કરોડ સાધ્વી હોય છે. અનંતજ્ઞાન દર્શનથી ભરેલા વિહરમાન તીર્થંકર તેમાં પણ શ્રી સીમંધરસ્વામી જેમને ભરતક્ષેત્ર સાથે ઋણનું બંધ છે. તે પોતાના જ્ઞાનમાં સર્વ જાણે જ છે. તેથી ભકતની ભક્તિને ગ્રહણ કરી તેને તારે છે. શ્રી જગચિંતામણી ચૈત્યવંદનમાં કહ્યું છે. ‘સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિ હિં વરનાણ સમણહ કોડિ સહસ્સ દુઅ થુણિજજઇ નિચ્ચ વિહાણિ’ એમ વર્તમાનમાં વિચરતા વીશ તીર્થંકર, બે ક્રોડ કેવળજ્ઞાની, બે હજાર ક્રોડ સાધુઓને વંદન કરવામાં આવ્યું છે. ચાલો આગળ જાણીયે વીસ વિહરમાન તીર્થંકરો ને – ક્લિક કરો