આવજો આવજો રે પાર્શ્વ પ્રભુ આવજો રે લોલ
હું તો જોઉં તમારી વાટ વહેલા વહેલા આવજો રે
આસોપાલવ ના રે બાંધ્યા મેં તો તોરણીયા રે લોલ
ચંપા ગુલાબના લાવ્યો હું તો ફૂલડાં રે લોલ
મારા આંગણિયે પધારો આજ..
વહેલા વહેલા…
તારા રે નામની જપું છું જપમાળા
મારા અંતરમાં ઊડે સ્નેહના ફૂવારા
મારી પૂરી કરજો રે આશ..
વહેલા વહેલા…
બળતાં તે નાગને નવકાર આપીયો
કરુણા વહાવીને ઈન્દ્ર બનાવીયો
કાપો ભવો ભવ કેરા ફંદ..
વહેલા વહેલા…
(મરુદેવા) વામાના નંદન જગતના નંદન
અમ સહુ કરીએ તુજને રે વંદન
આવ્યો દર્શન કરવાને કાજ..
વહેલા વહેલા…
आवजो आवजो रे पार्श्व प्रभु आवजो रे लोल
हुं तो जोउं तमारी वाट वहेला वहेला आवजो रे
आसोपालव ना रे बांध्या में तो तोरणीया रे लोल
चंपा गुलाबना लाव्यो हुं तो फूलडां रे लोल
मारा आंगणिये पधारो आज..
वहेला वहेला…
तारा रे नामनी जपुं छुं जपमाळा
मारा अंतरमां ऊडे स्नेहना फूवारा
मारी पूरी करजो रे आश..
वहेला वहेला…
बळतां ते नागने नवकार आपीयो
करुणा वहावीने ईन्द्र बनावीयो
कापो भवो भव केरा फंद..
वहेला वहेला…
(मरुदेवा) वामाना नंदन जगतना नंदन
अम सहु करीए तुजने रे वंदन
आव्यो दर्शन करवाने काज..
वहेला वहेला…




