(રચના : પૂજ્ય શ્રી કેસર વિજયજી)
ધર્મ જિનેશ્વર સુણ પરમેશ્વર
તુજ ગુણ કેતા કહાય જી… (૨)
તુજ વચને તુજ રૂપ જણાયે
અવર ન કોઈ ઉપાય જી
ધર્મ જિનેશ્વર…
તાહરે મિત્ર અને શત્રુ સમ
અરિહંત તુ હી ગવાયજી… (૨)
રૂપ સ્વરૂપ અનુપમ તું જિન
તો હી અરૂપી કહાય જી
ધર્મ જિનેશ્વર…
લોભ નહી તુજ માંહિ તો પણ
સઘલા ગુણ તેં લીંધ જી… (૨)
તું નિરાગી પણ તે રાગી
ભક્ત તણા મન કીધ જી
ધર્મ જિનેશ્વર…
નહી માયા તુજમા જિનરાયા
પણ તુજ વશ જગ થાયજી… (૨)
તું હી સકલ તુજ અકલ કલે કુણ
જ્ઞાન વિના જિનરાય જી
ધર્મ જિનેશ્વર…
સુગુણ સનેહી મહેર કરો મુજ
સુપ્રસન્ન હોઇ જિણંદ જી… (૨)
પભણે કેસર ધર્મ જિનેશ્વર
તુજ નામે આણંદ જી
ધર્મ જિનેશ્વર…
(रचना : पूज्य श्री केसर विजयजी)
धर्म जिनेश्वर सुण परमेश्वर
तुज गुण केता कहाय जी… (२)
तुज वचने तुज रूप जणाये
अवर न कोई उपाय जी
धर्म जिनेश्वर…
ताहरे मित्र अने शत्रु सम
अरिहंत तु ही गवायजी… (२)
रूप स्वरूप अनुपम तुं जिन
तो ही अरूपी कहाय जी
धर्म जिनेश्वर…
लोभ नही तुज मांहि तो पण
सघला गुण तें लींध जी… (२)
तुं निरागी पण ते रागी
भक्त तणा मन कीध जी
धर्म जिनेश्वर…
नही माया तुजमा जिनराया
पण तुज वश जग थायजी… (२)
तुं ही सकल तुज अकल कले कुण
ज्ञान विना जिनराय जी
धर्म जिनेश्वर…
सुगुण सनेही महेर करो मुज
सुप्रसन्न होइ जिणंद जी… (२)
पभणे केसर धर्म जिनेश्वर
तुज नामे आणंद जी
धर्म जिनेश्वर…
